બારડોલી : અનુસૂચિત જનજાતિ માટે અનામત સુરત (Surat Assembly Elections) જિલ્લાની મહુવા વિધાનસભા બેઠક પર આ વખતે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે જંગ જોવા મળશે. ભાજપે વર્તમાન ધારાસભ્ય મોહન ઢોડિયાને રિપીટ કરી તમામ અટકળોનો અંત આવ્યો છે. આ પહેલા કોંગ્રેસે અહીં મહિલા ઉમેદવાર હેમાંગીની ગરાસિયા અને આમ આદમી પાર્ટીએ યુવા ચહેરા અને આદિવાસી નેતા એવા કુંજન ઢોડિયાને ઉમેદવાર તરીકે જાહેર કર્યા હતા.(mahuva Assembly candidate list)
ભાજપમાંથી મોહન ઢોડિયા છેલ્લા કેટલાક દિવસોથી મહુવા બેઠક પર ભાજપમાંથી ઉંમરના હિસાબે મોહન ઢોડિયાનું પત્તુ કપાય એવી અટકળો સેવાઇ રહી હતી. પરંતુ ભાજપ મોવડી મંડળે આજે જાહેર કરેલી યાદીમાં મોહન ઢોડિયાનું નામ આવતા જ તમામ અટકળોનો અંત આવ્યો છે. મોહન ઢોડિયાનું 2012થી સતત બે ટર્મ અને તે પહેલાં 2002માં પણ ભાજપમાંથી ચૂંટાયા હતા. જોકે 2007ની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર ઈશ્વર વહિયા સામે તેમની હાર થઈ હતી. (Repeat candidate in BJP)
ગત ચૂંટણીમાં કોંગ્રેસના દિગ્ગજ તુષાર ચૌધરીને આપી હતી માત સુરત અને તાપી જિલ્લાના ત્રણ તાલુકાઓ મહુવા, બારડોલી અને વાલોડ તાલુકાથી બનેલી મહુવા વિધાનસભા બેઠક પર આદિવાસીઓનું પ્રભુત્વ રહ્યું છે. ગત ચૂંટણીમાં ભાજપના મોહન ઢોડિયાએ કોંગ્રેસના દિગ્ગજ નેતા અને માજી કેન્દ્રીય પ્રધાન ડૉ. તુષાર ચૌધરીને માત આપી હતી. મોહન ઢોડિયાને કદાવરઆદિવાસી નેતા માનવામાં આવે છે. જોકે મહુવાનું આંતરિક રાજકારણ તેમને ઘણી વખત નડયું હોય આ વખતની ચૂંટણીમાં આંતરિક રાજકારણનો ભોગ ન બને તેની વિશેષ કાળજી રાખવી પડશે. (Mahuva assembly seat)