સુરતરાજ્યમાં પહેલા તબક્કાની ચૂંટણી (Gujarat Assembly Election 2022) માટે ઉમેદવારોને ફોર્મ ભરવાનો આજે છેલ્લો દિવસ હતો. ત્યારે સુરતની મજૂરા વિધાનસભા બેઠક (Majura Assembly Seat) પરથી ભાજપના ઉમેદવાર અને ગુજરાત સરકારના પૂર્વ ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીએ ઉમેદવારીપત્ર (BJP Candidate Harsh Sanghvi Nomination form) ભર્યું હતું. આ પહેલાં તેમણે દેરાસર અને અંબાજી મંદિરમાં શિશ ઝૂકાવ્યું હતું. અહીંથી તેઓ ફેમસ વડાપાંઉ ખાવા લારી પર ઊભા રહ્યા હતા. ત્યારબાદ તેમણે પારલે પોઈન્ટ ખાતે જાહેર સભા સંબોધી શક્તિ પ્રદર્શન (Harsh Sanghvi Public Meeting in Surat) કર્યું હતું.
AAP પર વરસ્યા સંઘવી અહીં ભાજપના ઉમેદવારહર્ષ સંઘવીએ (Majura BJP Candidate Harsh Sanghvi) આમ આદમી પાર્ટી (Aam Aadmi Party Gujarat) પર પ્રહાર કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, પ્રેમ અને લાગણી જોઈ વિરોધીઓને ચોક્કસથી આ સહન ન થાય, પંરતુ એ એમનું દુઃખ છે એમની બિમારી છે.
ધારાસભ્ય નહીં પરંતુ તેમના ભાઈ માને છેઉમેદવારીપત્રક (BJP Candidate Harsh Sanghvi Nomination form) ભરવા પહેલા તેમણે શક્તિ પ્રદર્શન કર્યું હતું. ઘરેથી નીકળી તેઓ દેરાસર અને ત્યારબાદ અંબાજી મંદિરે દર્શન માટે ગયા હતા. ત્યારબાદ તેમણે જણાવ્યું હતું કે, અંહીના લોકો મને ધારાસભ્ય નહીં પરંતુ તેમના ભાઈ માને છે. આ વિસ્તારના નાગરિકોનો હમેંશા મને પ્રેમ મળ્યો છે. કોરોનામાં જ્યારે સમગ્ર રસ્તાઓ ખાલી પડ્યા હતા. ત્યારે મારા વિસ્તારના ભાઈઓ આગળ આવીને મારી સાથે ખભેથી ખભા મેળવીને ચાલ્યા છે. આ વખતે ઐતિહાસિક જીત થશે અને બધા જોતા રહી જશે.
એમની બિમારીનો ડોક્ટર એમણે જ શોધવો પડશેવડોદરા અને સુરતના ઉમેદવારોના વિરોધ અંગે (Majura BJP Candidate Harsh Sanghvi) તેમણે જણાવ્યું હતું કે, 27 વર્ષથી આમારો સબંધ અવિરત ચાલતો આવ્યો છે. આમ આદમી પાર્ટી (Aam Aadmi Party Gujarat) દ્વારા સતત વિરોધ અંગે તેમણે જણાવ્યું હતું કે, ગુજરાતની જનતા હમેંશા ભારતીય જનતા પાર્ટીને આશીર્વાદ આપતી રહેશે. વિસ્તારનો પ્રેમ અને લાગણી જોઈને વિરોધીઓને ચોક્કસથી સહન ન થાય, પંરતુ એ એમનું દુઃખ છે એમની બિમારી છે. એમની બીમારીનો ડોક્ટર એમણે જ શોધવો પડશે.
દરેકને ચૂંટણી લડવાનો અધિકાર તેમણે ઉમેર્યું હતું કે, તમામ લોકોને ચૂંટણી (Gujarat Assembly Election 2022) લડવાનો અધિકાર છે. પાસ કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મીક માલવીયા અંગે તેમણે કહ્યું હતું કે, સામજિક નામથી ચાલુ કરીને ચૂંટણી લડવાનો હક તમામને છે. નિર્ણય લેવાનો હક પ્રજાનો છે.
આપને જણાવી દઈએ કે, હર્ષ રમેશ સંઘવીનો જન્મ 8 જાન્યુઆરી 1985માં થયો હતો. તેમનો પરિવાર મૂળ ડીસાના જૈન પરિવારનો છે. તેમના પરિવારમાં માતાપિતા, 4 બહેન, પત્ની અને 2 બાળકો છે. તેમની પત્નીનું નામ પ્રાચી છેે. તેમના બે બાળકો છે. તેમનો અભ્યાસ ધોરણ 8 પાસ છે. હર્ષ સંઘવી ગુજરાત સુરત શહેરના મજૂરા વિધાનસભા મતવિસ્તારથી (Majura Assembly Seat) છેલ્લા 2 ટર્મથી ધારાસભ્ય હતા. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની સરકારમાં તેઓ હાલ ગૃહરાજ્ય મંત્રાલય, મહેસૂલ મંત્રાલય અને યુવા રમત ગમત મંત્રાલયનો સ્વતંત્ર પ્રભાર સંભાળી રહ્યા હતા. ત્રીજી વાર તેમણે ઉમેદવાર બનાવમાં આવ્યા છે. ડ્રગ્સ નાબૂદી માટે તેઓ હમેશા આક્રમક મૂડમાં જોવા મળતા આવ્યા છે.