સુરત : બારડોલીમાં પંજાબના મુખ્યપ્રધાન ભગવંત માન આમ આદમી પાર્ટીના (Bhagwant Mann visit Bardoli) ઉમેદવાર રાજેન્દ્ર સોલંકીના પ્રચાર અર્થે રોડ શો કર્યો હતો. રોડ શો દરમિયાન ભગવંત માને જણાવ્યુ હતું કે, લોકો મોટી સંખ્યામાં રોડ શો અને જાહેર સભામાં આવી રહ્યા છે. તેમણે આદિવાસીઓનો જળ, જમીન અને જંગલના અધિકારની વાત કરી પૈસા એક્ટનો અમલ કરવાની વાત કરી હતી. (Bhagwant Maan Road show in Bardoli)
ભગવંત માને રોડ શોમાં પૈસા એક્ટ સાથે જળ જમીન જંગલનો મુદ્દો ઉઠાવ્યો - બારડોલીમાં AAPનો ઉમેદવાર
બારડોલીમાં પંજાબના મુખ્યપ્રધાન ભગવંત માને રોડ શો (Bhagwant Mann visit Bardoli) યોજ્યો હતો. જેમાં આમ આદમી પાર્ટીને ભારે સમર્થન મળ્યું હતું. તો બીજી તરફ ભગવંત માને (Bardoli Road show) આદિવાસીના જળ, જમીન અને જંગલનો મુદ્દો ઉઠાવ્યો હતો. (Gujarat Assembly Election 2022) બારડોલીમાં પંજાબના મુખ્યપ્રધાન ભગવંત માને રોડ શો
સ્ટેશન રોડ સુધી રોડ શો યોજાયો બારડોલીના તલાવડી મેદાન નજીક આંબેડકર સર્કલથી નીકળી રોડ શો સરદારચોક, જલારામ મંદિર થઈ રેલ્વે સ્ટેશન પહોંચ્યો હતો. નિયત કાર્યક્રમ મુજબ ભગવંત માને રોડ શો બાદ તેન ગામમાં આવેલા (Bardoli Road show) ગુરુદ્વારા પહોંચ્યા ગયા હતા. જ્યાં તેમણે જણાવ્યુ હતું કે, ગુજરાત હવે પરીવર્તન ઈચ્છે છે. રોજ લોકો મોટી સંખ્યામાં જાહેર સભા અને રોડ શોમાં જોડાય રહ્યા છે. 27 વર્ષ જૂની સિસ્ટમ હવે લોકો બદલવા માગે છે. આમ આદમી પાર્ટી એક વિકલ્પમાં રૂપમાં સામે આવી છે. આઠ તારીખે ચોંકાવનારા પરિણામો જોવા મળશે. ગુજરાતની વિવિધ સમસ્યાઓને લઈને તેમણે જણાવ્યુ કે, મોંઘવારી, ભ્રષ્ટાચાર ઉપરાંત પરીક્ષાના પેપર ફૂટવાની સમસ્યા ગુજરાતમાં હાવી થઈ ગઈ છે. (Aam Aadmi Party in Bardoli)
જળ, જમીન, જંગલ પર આદિવાસીઓનો અધિકારઆદિવાસી સમાજના જળ, જંગલ, જમીનના પ્રશ્નને લઈને પણ તેમણે પેસા એક્ટ અને તેનું પાંચમું શિડ્યુલ લાગુ કરવાની વાત કરી હતી. તેમણે કહ્યું કે જળ, જમીન, જંગલ પર આદિવાસીઓનો હક છે. તેમને પૂછ્યા વગર જંગલના વૃક્ષો કાપી ડુંગરો ખોદવામાં આવી રહ્યા છે. ભ્રષ્ટાચાર બાબતે દિલ્હી અને પંજાબના (Punjab CM in Bardoli) ઉદાહરણ આપી ગુજરાતમાં પણ ભ્રષ્ટાચાર નાબૂદી બાબતે વિશેષ ધ્યાન આપવાનું આશ્વાસન આપ્યું હતું. તેમણે કહ્યું કે, ભ્રષ્ટાચાર અટકાવી તેના જ પૈસાથી લોકોને નિઃશુલ્ક વીજળી, શિક્ષણ સહિતની સુવિધાઓ આપવામાં આવશે. (Gujarat Assembly Election 2022)