સુરત : જિલ્લાની બારડોલી વિધાનસભા (169) પર કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી બાદ ભાજપે (Bardoli Assembly candidate list) પણ તેમના ઉમેદવારનું નામ જાહેર કર્યું છે. ભાજપે પૂર્વ પ્રધાન અને બે ટર્મથી ધારાસભ્ય રહેલા ઈશ્વર પરમારને ટિકિટ આપવામાં આવી છે. ઈશ્વરને ટિકિટ મળતા જ તેમના સમર્થકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. હવે બારડોલી વિધાનસભા બેઠક પર ત્રિપાંખીયો જંગ જોવા મળશે. આ પહેલા આમ આદમી પાર્ટીએ ભાજપમાંથી આવેલા રાજેન્દ્ર સોલંકીને ટિકિટ આપી હતી. જ્યારે કોંગ્રેસે મહિલા ઉમેદવાર અને પૂર્વ ધારાસભ્યના પત્ની પન્ના પટેલને મેદાનમાં ઉતાર્યા છે. (assembly election 2022)
બેઠકની ખાસિયત-બારડોલી વિધાનસભા બેઠકની (Bardoli Assembly Seat)ખાસિયત એ છે કે આ વિસ્તારને સમૃદ્ધ વિસ્તાર તરીકે ગણવામાં આવે છે. બારડોલી સત્યાગ્રહને કારણે સમગ્ર વિશ્વમાં પ્રસિદ્ધ બારડોલી ખેતી અને ઔદ્યોગિક આમ બંને રીતે સમૃદ્ધ છે. આ વિસ્તારમાં હવે બુલેટ ટ્રેન પણ પસાર થવાની હોય વિકાસની ગતિ ઓર તેજ બનશે. પ્રધાનમંત્રીના મહત્વાકાંક્ષી બુલેટ ટ્રેનનું સૌથી પહેલું સ્ટેશન બારડોલી વિધાનસભા વિસ્તારમાં આવેલા અંત્રોલી ખાતે નિર્માણ પામશે. આ ઉપરાંત બારડોલી ખાતે એશિયાનું સહકારી ક્ષેત્રનું સૌથી મોટું ખાંડ કારખાનું આવેલું છે. વિસ્તારના લગભગ દરેક ગામમાંથી મોટી સંખ્યામાં લોકો USA, ઈંગ્લેન્ડ, દક્ષિણ આફ્રિકા, ન્યૂઝીલેન્ડ, ઓસ્ટ્રેલીયા અને કેનેડા જેવા દેશોમાં સ્થાયી થયા છે. તેઓ પણ પોતાના વતનનું ઋણ ચૂકવી વિસ્તારના વિકાસમાં મહત્વપૂર્ણ ફાળો આપી રહ્યા છે.
ઈશ્વર પરમાર બે ટર્મથી ધારાસભ્ય બારડોલી બેઠક અનુસૂચિત જાતિ માટે અનામત છે. આ બેઠક પર ભાજપના ઈશ્વર પરમાર સતત બે ટર્મથી વિજેતા થતા આવ્યા છે અને રૂપાણી સરકારમાં તેઓ સામાજિક ન્યાય અને અધિકારીતા પ્રધાન તરીકે (Surat assembly seat) પણ રહી ચૂક્યા છે. અનેક અટકળો બાદ ઈશ્વર પરમારને ફરી રીપીટ કરવામાં આવ્યા છે. તેમની ફરી એક વખત પસંદગી થતા રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. કાર્યકરોએ તેમના કાર્યાલય ખાતે પહોંચી અભિનંદન આપ્યા હતા. (Surat Assembly Elections)