સુરત : ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને સમગ્ર દેશમાં થનગનાટ મચી રહ્યો છે, ત્યારે કેન્દ્રીય પ્રધાન અનુરાગ ઠાકુર (Anurag Thakur visits Surat) ચૂંટણી પ્રચાર અર્થે સુરત પહોંચ્યા હતા. તેમણે સુરતની માંગરોળ વિધાનસભા બેઠક પર ભાજપના ઉમેદવાર ગણપતસિંહ વસાવાનો પ્રચાર કર્યો હતો. સુરતના વાંકલ ખાતે યોજાયેલી જાહેર સભામાં તેમણે ભાજપના રાજમાં ગુજરાત મજામાંનો નારો લગાવી કાર્યકરોમાં જુસ્સો લાવવાનો પ્રયાસ કર્યો હતો. સભામાં મોટી સંખ્યામાં જનમેદની ઉમટી પડી હતી. આ પ્રસંગે કેન્દ્રીય પ્રધાન અનુરાગ ઠાકુરે જણાવ્યું કે, ભાજપના કારણે ગુજરાત દગા મુક્ત બન્યું છે. (Vankal Anurag Thakur)
અનુરાગ ઠાકુરે સુરતથી કહ્યું, ભાજપના કારણે ગુજરાત દગા મુક્ત બન્યું - Anurag Thakur sabha in Wankal
માંગરોળ બેઠક ભાજપના ઉમેદવાર ગણપતસિંહ વસાવાના પ્રચાર માટે કેન્દ્રીય પ્રધાન (Anurag Thakur visits Surat) અનુરાગ ઠાકુર સુરતની મુલાકાત કરી હતી. જ્યાં ભાજપના કાર્યકરોમાં ઉત્સાહ વધારવા ભાજપના રાજમાં ગુજરાત મજામાંનો નારો આપ્યો હતો. (Gujarat Assembly Election 2022)
અનુરાગ ઠાકુરે શું કહ્યું કેન્દ્રીય પ્રધાન અનુરાગ ઠાકુરે વધુમાં જણાવ્યું હતું કે, ભારતમાં મોદી સરકારે ભૂખમરા અને મહામારીથી લોકોને બચાવ્યા છે. કોરોના સંકટમાં દેશ ફસાયો હતો. ખબર ન હતી લોકો જીવશે કે કેમ, PM મોદીએ સમય પહેલા એક નહિ બે વેક્સિન બનાવડાવીને દેશવાસીઓને બચાવ્યા છે. તેમણે કાર્યકરો તેમજ નાગરિકોમાં ઉત્સાહ વધારવા ભાજપના રાજમાં ગુજરાત મજામાંનો નારો આપ્યો હતો. (Anurag Thakur sabha in Vankal)
માંગરોળ બેઠક એક સમયે કોંગ્રેસનો ગઢમહત્વનું છે કે, આ બેઠક પર વર્ષો સુધી (Mangrol assembly seat) કોંગ્રેસનું પ્રભુત્વ રહ્યું હતું. જોકે, 2002માં ગણપત વસાવાએ માજી પ્રધાન રમણ ચૌધરીને હરાવ્યા બાદ આ બેઠક પર ભાજપે કબ્જો જમાવી રાખ્યો છે. માંગરોળ બેઠક પર ગણપત વસાવાને ભાજપે સતત છઠ્ઠી વખત ટિકિટ ફાળવી છે. ઉલ્લેખનીય છે કે, ગુજરાત વિધાનસભાની ચૂંંટણીને લઈને અન્ય રાજ્યના મુખ્યપ્રધાનો ભાજપના ઉમેદવારો જિતાડવા ઠેર ઠેર મુલાકાત લઈને સભાઓ કરી રહ્યા છે. તેમજ પાર્ટીએ જે કામ કર્યા છે. તેને ગુણગાન ગાઈ રહ્યા છે. જેને લઈને અનુરાગ ઠાકુર માંગરોળ બેઠક ઉમેદવાર ગણપતસિંહ વસાવાનો પ્રચાર કર્યો હતો. (Gujarat Assembly Election 2022)