ગુજરાત

gujarat

ETV Bharat / state

સુરતમાં ડાયમંડ અને ટેક્સટાઈલ ઉઘોગ માટે ગાઈડ લાઈન જાહેર, જાણો આ નિયમો પાળવા પડશે - news in surat

સુરત શહેરમાં દિવસેને દિવસે કોરોનાના કેસોમાં ધરખમ વધારો થઇ રહ્યો છે, ત્યારે વધી રહેલા કેસોને લઈને તંત્ર ચિંતામાં મુકાયું છે. હાલ સુરતમાં ડાયમંડ અને ટેક્સટાઈલ ઉઘોગ બંધ છે, ત્યારે મનપા કમિશ્નર દ્વારા બંને ઉઘોગો માટે ગાઈડ લાઈન જાહેર કરી છે. જેમાં જે ટેકસટાઈલ માર્કેટમાં એક કે, તેથી વધુ કેસ આવશે તે યુનિટ અથવા માર્કેટ 7 દિવસ સુધી ક્લસ્ટર જાહેર કરી બંધ રાખવામાં આવશે. તેમજ દુકાનની અંદર આવતા ગ્રાહકો કે પછી દુકાનદારે જો માસ્ક નહીં પહેર્યું હોય તો તેને 5 હજારનો દંડ ફટકારવામાં આવશે.

Municipal Commissioner
મનપા કમિશ્નર

By

Published : Jul 6, 2020, 12:45 PM IST

કોરોનાના પ્રતિદિન 250થી વધુ કેસ સામે આવતા તંત્ર ચિંતામાં

હીરા ઉઘોગ 7 દિવસ માટે બંધ રાખવામાં આવ્યો

મનપા કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું

નિયમોનું પાલન કરવા બેદરકારી દાખવે તો 5 હજાર દંડ

સુરત: અનલોક-1 બાદ સુરતમાં કોરોનાનો કેસમાં વધારો થઇ રહ્યો છે. અમદાવાદની જેમ સુરતમાં પણ હવે પ્રતિદિન 250થી વધુ કેસ સામે આવી રહ્યાં છે. જેમાં ખાસ કરીને સુરતના કતારગામ ઝોનમાં વધુ કેસ સામે આવી રહ્યાં છે. જેનો સૌથી વધુ ભોગ રત્નકલાકારો બની રહ્યાં છે, ત્યારે સુરતમાં હીરા ઉઘોગ ફરી 7 દિવસ માટે બંધ રાખવામાં આવ્યો હતો. તેમજ તંત્ર સાથે હીરા ઉઘોગે બેઠક કરી હતી અને નવી ગાઈડ લાઈન જાહેર કરી હીરા ઉઘોગ ફરી શરુ કરવામાં આવશે તેવા એંધાણ છે.

મનપા કમિશ્નર દ્વારા ડાયમંડ અને ટેક્સટાઈલ ઉઘોગ માટે ગાઈડ લાઈન જાહેર

બીજી તરફ સુરતના ટેક્સટાઈલ માર્કેટના વેપારી અને અગ્રણીઓ સાથે સાંસદે બેઠક કરી હતી. જેમાં માર્કેટ ચાલુ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જ્યારે મનપા કમિશનરે એક જાહેરનામું બહાર પાડ્યું છે. જેમાં જે માર્કેટમાં એક કે, તેથી વધુ કેસ આવશે તો તે માર્કેટ અથવા યુનિટને 7 દિવસ માટે ક્લસ્ટર જાહેર કરી બંધ કરવામાં આવશે. તેમજ માર્કેટમાં આવતા તમામ લોકોને આરોગ્ય સેતુ એપ ફરજિયાત ડાઉનલોડ કરવાની રહેશે અને માસ્ક પણ ફરજીયાત પહેરવાનું રહેશે. આ ઉપરાંત પાલિકા વિસ્તારમાં આવેલા તમામ દુકાનધારકોને માસ્ક પહેરવા અને તેમની દુકાનમાં માસ્ક વગર કોઈ પણ વ્યક્તિને પ્રવેશ ન આપવા કે, માલનું વેચાણ પણ નહીં કરવાના નિયમનું ચુસ્તપણે પાલન કરવા પાલિકા કમિશનરે આદેશ કર્યો છે. તેમજ જો નિયમ પાલનમાં બેદરકારી જણાશે તો રૂપિયા 5 હજારનો દંડ ફટકારવામાં આવશે.

પાલિકા કમિશનરે ઓડિયો મેસેજમાં જણાવ્યું હતું કે, દુકાનોમાં ભીડ થતી હોય તેમજ માસ્ક તેમજ સોશિયલ ડિસ્ટન્સના અભાવને પગલે ચેપ વધુ વિસ્તરતો હોય તેથી દુકાનદારોએ ફરજિયાત માસ્ક પહેરવું પડશે. દુકાનમાં આવતા ગ્રાહકોને માસ્ક હોય તો જ પ્રવેશ આપવાનો રહેશે. જો કે, દુકાનદાર આ નિયમોનું પાલન કરવા બેદરકારી દાખવે તો 5 હજાર દંડ કરવામા આવશે. આ ઉપરાંત સોશિયલ ડિસ્ટન્સ, સેનેટાઇઝિંગ સહિતના નિયમોનું ચુસ્ત પાલન કરવાનું રહેશે.

ABOUT THE AUTHOR

...view details