ગુજરાત

gujarat

ETV Bharat / state

તક્ષશિલા અગ્નિકાંડની ઘટનાને લઈને વાલીઓએ ફરી એક વખત સુરત પોલીસ કમિશ્નર કચેરીએ પહોંચ્યા - Surat Police Commissioner

સુરતમાં બનેલી તક્ષશિલા અગ્નિકાંડની ઘટનાને લઈને દોઢ વર્ષ કરતા વધુ સમય વીતી ગયો છે. ત્યારે વાલીઓએ ફરી એક વખત સુરત પોલીસ કમિશ્નર કચેરીએ આવેદનપત્ર પાઠવી અને ન્યાયની માગ કરી છે.

તક્ષશિલા અગ્નિકાંડની ઘટનાને લઈને વાલીઓએ ફરી એક વખત સુરત પોલીસ કમિશ્નર કચેરીએ પહોંચ્યા
તક્ષશિલા અગ્નિકાંડની ઘટનાને લઈને વાલીઓએ ફરી એક વખત સુરત પોલીસ કમિશ્નર કચેરીએ પહોંચ્યા

By

Published : Dec 5, 2020, 6:53 AM IST

  • તક્ષશિલા અગ્નિકાંડની ઘટનાને લઈને ફરી એક વાર વાલીઓની ફરીયાદ
  • સુરત પોલીસ કમિશ્નર કચેરીમાં આવેદનપત્ર આપી રજૂઆત કરી
  • મોટા અધિકારીઓ સામે કાર્યવાહી કરવા વાલીઓની માગ
  • વાલીઓએ ACBમાં પણ આ મામલે કરી ફરિયાદ
  • અધિકારીઓની બેનામી સંપતીની તપાસ કરવામાં આવે તેવી માગ

સુરતઃ તક્ષશિલા અગ્નિકાંડની ઘટનાને લઈને વાલીઓએ ફરી એક વખત સુરત પોલીસ કમિશ્નર કચેરીમાં આવેદનપત્ર આપી રજૂઆત કરી છે. વાલીઓએ આવેદનપત્રમાં જણાવ્યું હતું કે, આ ઘટનામાં હજુ પણ મોટા અધિકારીઓ સામે કાર્યવાહી કરવામાં નથી આવી તેઓની સામે કાર્યવાહી કરવામાં આવે તેમજ વાલીઓએ ACBમાં પણ આ મામલે ફરિયાદ કરી છે અને આ અધિકારીઓની બેનામી સંપતીની તપાસ કરવામાં આવે તેવી માગ કરી છે.

મોટા અધિકારીઓને છાવરવામાં આવ્યા

સુરતમાં ક્યારેય ન ભુલાઈ તેવી તક્ષશિલા અગ્નિકાંડની ઘટનામાં માસુમ 22 બાળકોના કરૂણ મોત નિપજ્યા હતા. આ ઘટનાને અંદાજીત દોઢ વર્ષ કરતા વધુ સમય વીતી ગયો છે. આ ઘટના બાદ 14 જેટલા આરોપીની ધરપકડ કરાઈ હતી પરંતુ ન્યાય માટે હજુ પણ વાલીઓ ધક્કા ખાઈ રહ્યા છે. વાલીઓએ આજે ફરી એક વખત સુરત પોલીસ કમિશ્નરને આવેદન પત્ર આપી રજૂઆત કરી હતી. વાલીઓએ આવેદનપત્રમાં જણાવ્યું હતું કે, આ ઘટનામાં માત્ર નાના અધિકારીઓ સામે જ કાર્યવાહી કરવામાં આવી છે જયારે મોટા અધિકારીઓને છાવરવામાં આવ્યા છે. તેમજ આ મામલે એસીબીમાં પણ ફરિયાદ કરાઈ છે અને આ તમામ અધિકારીઓની બેનામી સંપતીની તપાસ કરવાની માગ પણ કરી હતી.

નક્કર કાર્યવાહી થાય

વાલીઓએ આજે આ ઘટનામાં જૂનિયર ઈજનેર જે.બી. જાદવ, બી.એસ.કરમુર, કાર્યપાલક ઈજનેર એ.જી.પટેલ, અધિક્ષક ઈજનેર જી બી પટેલ, જે તે સમયના મનપા કમિશ્નર એમ થેન્નારસન, ડેપ્યુટી કમિશ્નર કેતન એસ પટેલ, ચીફ ફાયર ઓફિસર બંસલ પરીખ અને તક્ષશિલા આર્કેડની આગ લાગી હતી તે ડોમની આકરણી કરનારા બાકી રહેતા અધિકારી એટલે કે જે તે સમયના સર્વેયર અશોક ગાંધી, જે તે સમયના આકરણી અને વસુલાત અધિકારી બી.એલ.પટેલ સામે કાર્યવાહી કરવા માગ કરી છે.

ABOUT THE AUTHOR

...view details