મજૂરાના ધારાસભ્ય હર્ષ સંઘવીએ ગેરરીતીના આરોપ મુકતા જણાવ્યું હતું કે, ખાનગી એજન્સીઓએ ડસ્ટબીન મુકવામાં ગેરરીતિ આચરી છે. એજન્સીએ અધિકારીઓ દ્વારા મેળા પીપળામાં ત્રણ કરોડથી વધુના ડસ્ટબીન ખરીદવામાં આવ્યા હતા. અધિકારીઓએ ગેરરીતિ આચરી પોતાના ઘરમાં રૂપિયા ભર્યા. શહેરમાં મુકવામાં આવેલ ડસ્ટબીનને મેન્ટેન્સ કરવામાં આવ્યા નથી.
સુરતમાં મુકવામાં આવેલા ડસ્ટબીન મામલે ધારાસભ્ય હર્ષ સંઘવીએ કર્યા આક્ષેપ - Accusations of malpractice in dustbin
સુરતઃ શહેરના મજુરા વિધાનસભાના ધારાસભ્ય હર્ષ સંઘવીએ મનપા દ્વારા શહેરમાં મુકવામાં આવેલ 3 કરોડના ડસ્ટબીનમાં ખાનગી કંપની સામે ગેરરિતી આક્ષેપ કર્યા છે.
સુરતમાં ધારાસભ્ય હર્ષ સંઘવી દ્વારા મુકવામાં આવેલ ડસ્ટબીનમાં ગેરરિતી આક્ષેપ
કન્ટેનરના બદલે સોસાયટીઓના બહાર ડસ્ટબીન મુકવામાં આવ્યા હતા. સ્વચ્છ સુરત સુંદર સુરતના કોન્સેપ્ત હેઠળ ડસ્ટબીન પ્રોજેકટ લાવવામાં આવ્યો હતો.