ગુજરાત

gujarat

ETV Bharat / state

GST બોગસ બિલ કૌભાંડ: 47 ટેક્સટાઇલ્સ એકમોનાં 90 સ્થળો પર એકસાથે દરોડા - GST bogus bill scam: raids together over 90 locations of 47 textile units

બોગસ બિલિંગ થકી ગેરકાયદેસર વેરાશાખ ભોગવતા અને રિફંડ મેળવતા લોકો સામે તંત્ર દ્વારા તવાઈ ચલાવવામાં આવી હતી. જેમાં 47 ટેક્સટાઇલ્સ એકમોનાં 90 સ્થળો ઉપર એકસાથે દરોડા અને રૂપિયા 9.84 કરોડની આઇટીસી બ્લોક રૂપિયા 1.44 કરોડની વસૂલાત કરાઈ હતી. તેમજ કાદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.

gst-bogus-bill
gst-bogus-bill

By

Published : Feb 1, 2020, 8:02 AM IST

સુરત : બોગસ બિલિંગ કૌભાંડમાં GST વિભાગે ગેરકાયદેસર વેરાશાખ ભોગવતા ટેક્સ પેરો સામે કાર્યવાહી કરી હતી. જે અંતર્ગત બોગસ બિલિંગ થકી ગેરકાયદેસર વેરાશાખ ભોગવતા અને રિફંડ મેળવતા લોકો સામે તવાઈ ચલાવવામાં આવી હતી. જેમાં 47 ટેક્સટાઇલ્સ એકમોનાં 90 સ્થળ ઉપર એકસાથે દરોડા અને રૂપિયા 9.84 કરોડની આઇટીસી બ્લોક રૂપિયા 1.44 કરોડની વસૂલાત કરાઈ હતી.

છેલ્લા કેટલાક સમયથી સ્ટેટ GST વિભાગ દ્વારા બોગસ બિલિંગમાં સંડોવાયેલ કેસોમાં કાર્યવાહી કરવામાં આવી રહી છે. સુરત ખાતે ટેક્સટાઇલ કોમેડીટી સાથે સંકળાયેલ કુલ 47 વેપારીઓના કેસમાં ધંધા તથા ધંધાની વધારાની જગ્યા મળીને કુલ 90 જેટલા સ્થળે તપાસ શરૂ કરાઈ હતી, ત્યારે બોગસ બિલ બનાવી લોકોને છેતરતા હોવાનું કૌભાંડ સામે આવ્યું હતું. જેના પગલે GST વિભાગે ગેરકાયદેસર રીતે વેરાશાખ ભોગવતા હોય તેવા ટેક્સપેયરો સામે વિભાગ દ્વારા મોટી કાર્યવાહી કરી હતી. આ સાથે ગેરકાયદેસર રિફંડ મેળવવામાં સંડોવાયેલ અન્યોને શોધવાની કામગીરી હાથ ધરાઈ હતી.

કંપનીનું નામ અને રિફંડની રકમ

  • એસ.આર ઇન્ટરનેશનલ - 2.26 કરોડ
  • સ્કાય ડેક ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ - 1.93 કરોડ
  • મારુતિ કોર્પોરેશન - 38 લાખ
  • ખુશી ઈંપેક્સ - 4.66 કરોડ



બોગસ બિલ મેળવી ગેરકાયદેસર ગણવામાં આવેલ વેપારીનું નામ અને રકમ

  • હરે ક્રિષ્ના ટેક્સટાઇલ - 30 લાખ
  • સ્ટાર નિટસ - 14 લાખ
  • રિયા ઇન્ટરપ્રાઈઝ - 73 લાખ
  • શ્રી ખાટુશ્યામ એમ્બ્રોઇડરી - 73 લાખ
  • કનાહવ ક્રિએશન પ્રાઇવેટ લિમિટેડ - 44 લાખ

ABOUT THE AUTHOR

...view details