ઇમારત અચાનક નમી પડતા રહેવાસીઓના જીવ અધ્ધર થઈ ગયા હતા. જેને લઈ બિલ્ડીંગમાં રહેતા લોકો તાત્કાલિક બહાર દોડી આવ્યા હતા. ફાયર અને પાલિકાની ટીમ ઘટના સ્થળે પહોંચીને ગુજરાત ગેસ કંપની અને વીજ કંપનીની મદદથી વીજ પુરવઠો તેમજ ગેસ સપ્લાય તાત્કાલિક બંધ કરાવી દીધો હતો.
સુરતમાં ગ્રાઉન્ડ પ્લસ ત્રણ માળની ઇમારત નમી પડતા લોકોના જીવ ટાળવે ચોંટ્યા - building collapsed
સુરત: ગ્રાઉન્ડ પ્લસ ત્રણ માળની ઇમારત નમી પડતા લોકોના જીવ ટાળવે ચોંટી ગયા હતા. સુરતના લાલગેટ વિસ્તારમાં આવેલ ખાટકીવાડ મોહલ્લામાં વર્ષો જૂનું મકાન નમી પડ્યું હતું. મિલકતની બાજુમાં આવેલ પ્લોટના પાયા ખોદવામાં આવી રહ્યો હતો. જે દરમિયાન ગ્રાઉન્ડ પ્લસ ત્રણ માળની ઇમારત નમી પડી હોવાનું સામે આવ્યું હતું.
surat
વર્ષ 1985માં મિલકતનું બાંધકામ કરવામાં આવ્યું હતું. જેમાં એક જ પરિવારના પાંચ સભ્યો રહે છે. મિલકત જોખમી હોવાના કારણે પાલિકા દ્વારા ઉતારવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. સદનસીબે કોઈ જાનહાની ન થતાં મોટી દુર્ઘટના ટળી હતી. લાલગેટ સ્થિત 12 / 671 નંબરના પ્લોટના પાયા ખોડવામાં આવી રહ્યા હતા. જે દરમિયાન 12/ 672 નંબરની ઇમારત નમી પડવાની ઘટના બની હતી.