સુરતઃગ્રીષ્મા હત્યા કેસ મામલે આજે કોર્ટમાં(Grishma Vekariya Murder Case) ફરી આરોપીફેનિલને હાજર કરવામાં આવ્યો હતો. આજે કોર્ટમાં ગ્રીષ્માનું પોસમોટમ કરનાર ડૉક્ટર અને ફેનિલ પોતાના હાથમાં મારેલા ઘાની સારવાર કરનાર ડૉક્ટરની જુબાની લેવામાં આવી હતી. એમાં આજે તેના માનસિકને લઈને પણ કોર્ટ દ્વારા(Surat fast track court) આરોપો ફેનિલને 15 જેટલા સવાલો કરવામાં આવ્યા હતાં. જે તેણે AK47 અને ચાકુને લઈને કરવામાં આવ્યાં હતાં. હાલ તો નામદાર કોર્ટે આ મામલે ગુરુવારથી પંચોની જુબાની લેવામાં આવશે.
આરોપી ફેનિલ અનસાઉન્ડ માઈન્ડનોઃ ફેનિલના વકીલ
ગ્રીષ્મા હત્યા કેસ મામલે આજે સુરતના મુખ્ય ન્યાયાધીશ વિમલ.કે.વ્યાસના કોર્ટમાં પ્રોકિશન નોંધવાની પ્રકિયા કરવામાં આવી. આ પ્રોકિશન નોંધવા પહેલા આરોપી તરફે વકીલે ક્રિમિનલ કલમ 328 હેઠળ એક અરજી આપીને એવું જણાવ્યું, કે આરોપી ફેનિલ અનસાઉન્ડ માઈન્ડનો(has an unsound mind)છે તેમ દેખાઈ રહ્યું છે. કારણકે તેણે પ્રોકિશનના કેસ મુજબ નેટ મુજબ AK47 ગન ક્યાં મળે અને તેનો ઉપયોગ શું થાય તે સર્ચ કર્યું હતું. એટલે એના ઉપરથી દેખાઈ આવે છે. આરોપી અનસાઉન્ડ માઈન્ડનો છે. એના ટ્રાય શરૂ કર્તા પેહલા તેણે સાઇક્રેટિસ પાસે ટ્રીકમેન્ટ અને સર્ટિફિકેટ લેવું જોઈએ.
જોકે AK47 સર્ચ કર્યું એવું કબૂલ્યું
વધુમાં જણાવ્યુ કે તેના અરજી સામે પ્રોસિક્યૂશને વિરોધ કરતા જણાવ્યું કે આ અરજી માત્રને માત્ર ટ્રાયલમાં વધુ સમય લાગે તેની માટેનો છે. તેનું કારણ એક કે આ અરજી સાથે એવા કોઈ ડોક્યુમેન્ટ રજુ કર્યાં નથી. આરોપી ભૂતકાળમાં કોઈ માનસિક રોગથી પીડાતો હોય કે પછી અસ્વસ્થ હોય તેવા કોઈ પણ મેડિકલ પુરાવા રજૂ કર્યા નથી. જોકે AK47 સર્ચ કર્યું છે. એવું એ પોતે પણ કબૂલે છે. તો એ અસ્વસ્થ માનસિકતાને કારણે નથી. એ માનસિકતા ગુનાહિત માનસિકતા હતી. તેણે ફિલીપ કાર્ટ ઉપરથી ચાકુ ખરીદવાની કાર્યવાહી પણ કરી હતી. ત્યાર પછી ડિમાર્ટમાંથી પણ તેણે ચાકુ ખરીદ્યું હતું તે પુરાવો છે.