ટ્રાફિક નિયમન ભંગ બદલ મહદ અંશે રાહત, પરંતુ ચાલકો નારાજ - સુરત ન્યુઝ
સુરત: કેન્દ્ર સરકાર દ્વારા માર્ગ સલામતીને ધ્યાને લઇ ટ્રાફિક નિયમન સુધારા કાયદો લાગુ કરવામાં આવ્યો છે. જેમાં ટ્રાફિક નિયમોના ભંગ બદલ બે ગણા દંડ લાગુ કરવામાં આવ્યા છે.
ચાલકોને ટ્રાફિક નિયમન ભંગ બદલ મહદ અંશે રાહત, પરન્તુ ચાલકો નારાજ
જો કે આ મામલે વાહન ચાલકોને ટ્રાફિક નિયમન ભંગ બદલ મહદ અંશે રાહત મળે તેવા પ્રયાસ રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવ્યા છે. આજે મોંઘવારીની માર વચ્ચે લોકો પેટે પાટા બાંધી પરિવારનું ગુજરાન ચલાવે છે, ત્યારે ટ્રાફિક નિયમન ભંગ બદલ બે ગણો દંડ ભરવો શક્ય નથી, કેટલાક વાહન ચાલકોનું કહેવું છે કે સરકારે વાહન ચાલકોને ખંખેરવાનો વેપલો શરૂ કર્યો છે. જે સામાન્ય વ્યક્તિ માટે આટલો દંડ ભરવો શક્ય નથી.