સુરત: લોકડાઉનના કારણે બધુ બંધ થતા કામ-ધંધા અર્થે ગયેલા શ્રમિકોએ પોતાના વતન તરફ વળ્યા હતા. નેશનલ હાઈવે પર શ્રમિકો ચાલતા પોતાના વતન જવા નીકળ્યા હતા. કેટલાંક લોકોને શરૂઆતમાં તો સરકારે અને સેવાભાવી લોકોએ ખાનગી વાહનોમાં શ્રમિકોને તેમના વતન જવા માટે વ્યવસ્થા કરી આપી. જોકે હાઈવે પર નીકળેલા હજરો હિજરતીઓને કારણે કોરોનાના સંક્રમણ વધુ ફેલાવવાની શક્યતાઓ દેખાતા સરકાર દ્વારા આદેશ કરવામાં આવ્યો કે, પોતાના વતન જવા નીકળેલા શ્રમિકો જ્યાં છે ત્યાં જ રહે. તેમની સુવિધા માટે સરકારે તેમને કેમ્પ બનાવી આપ્યા અને કેટલાક શ્રમિકોને પ્રાથમિક શાળાઓમાં આશરો આપ્યો છે.
લોકડાઉનને કારણે સરહદો સીલ થતા લગભગ 84 જેટલા શ્રમિકોએ હાઈવે પર ચાલી નીકળ્યા હતા. મુંબઈમાં જડબેસલાક લોકડાઉનને કારણે તમામ ધંધા બંધ થઇ જતા કારીગરો બેકાર થયા હતા. જેને કારણે રહેણાંક રૂમોનું ભાડુ ન ભરી શકતા તેમના રૂમ માલિકોએ તેમને કાઢી મૂક્યા હતા. લોકડાઉનના કારણે વાહન વ્યવહાર પણ બંધ થતા મુંબઈથી રાજસ્થાન ચાલતા નીકળી પડ્યા હતા.
પગપાળા પોતાના વતન જવા નીકળેલા 84 લોકોને શેલ્ટર હોમમાં આશરો અપાયો - કોરોના
આજે કોરોનાએ સમગ્ર વિશ્વ સહીત ભારતને પણ ભરડામાં લીધું છે. કોરોના સંક્રમણને અટકાવવા માટે વડાપ્રધાન મોદી દ્વારા 21 દિવસનું લોકડાઉનનો નિર્ણય કરવામાં આવ્યો હતો. આ લોકડાઉનને લઇ દેશ થતા રાજ્યોની તમામા બોર્ડરો સીલ કરવામાં આવી હતી.
સરહદો સીલ કરી દેવાતા આ શ્રમિકોને પલસાણા પોલીસ સ્ટેશનની હદમાં રોકી પલસાણામાં આવેલી સંસ્કાર વિદ્યા સંકુલમાં તેમના રહેવાની અને જમવાની વ્યવસ્થા કરી આપવામાં આવી હતી. સંસ્કાર વિદ્યાસંકુલમાં રાખેલા 84 જેટલા શ્રમિકોને જમવાની વ્યવસ્થા પોલીસ દ્વારા અને ટ્રસ્ટ દ્વારા કરવામાં આવે છે. આ શેલ્ટર હોમમાં તેમને ૩ ટાઈમ ભોજન આપવામાં આવે છે તે ઉપરાંત દિવસમાં એકવાર તેમનું મેડીકલ ચેકઅપ કરવામાં આવે છે. આ શેલ્ટર હોમમાં શ્રમિકોને કોઈ તકલીફ ન થાય તે માટેનું દરેક ધ્યાન રખાય છે. મહિલા શ્રમિકો માટેના રક્ષણ માટે પણ વનવિભાગ અને પોલીસ દ્વારા મહિલા ગાર્ડ મૂકવામાં આવ્યા છે.
મુંબઈથી ચાલતા નીકળેલા શ્રમિકોને રોકી સરકાર,પોલીસ અને વહીવટી તંત્ર દ્વારા તેમની ખૂબ જ સારી રીતે દેખરેખ કરવામાં આવી રહી છે. આ શ્રમિકો પણ ગુજરાત સરકાર અને પોલીસના સેવાભાવી કાર્યથી ખૂબ પ્રભાવિત થયા છે. ત્યારે એક શ્રમિક જણાવે છે કે, પૈસા ન મળતા એકબાજુ અમને કાઢી મૂકવામાં આવ્યા તો બીજી બાજુ સરકાર અને પોલીસે અમને આશરો આપી મારું ધ્યાન રાખી રહી છે. રઝળતા થઇ ગયેલા શ્રમિકોને આશરો આપતા તેઓએ પોલીસ, સરકાર અને સેવાભાવી સંસ્થાઓનો અભાર માન્યો હતો.