સુરત : શહેરમાં એક વકીલે પોતાના લગ્નની અનોખી કંકોત્રી બનાવી છે. જેમાં લગ્નની તારીખ (marriage kankotri in Surat) અને સ્થળની સાથે સાથે રાજ્ય અને કેન્દ્ર સરકારની બહાર સરકારી યોજનાઓ ઉલ્લેખિત છે. વકીલ કાર્તિક રાદડિયાએ ડિજિટલ કંકોત્રી બનાવી છે. જેથી તેના કંકોત્રીના માધ્યમથી સરકારી યોજનાઓ અંગે લોકો અને સમાજને એક સંદેશ પહોંચાડી શકાય અને તે ઉપયોગી બની રહે.(Lawyer marriage card in Surat)
લગ્નની અનોખી કંકોત્રીગીર સોમનાથ જિલ્લાના તાલાળા ગીર વતની અને હાલ સુરતના વરાછા વિસ્તારમાં રહેતા કાર્તિક રાદડિયાએ પોતાની કંકોત્રી પણ આવા જ એક સમાજના અને લોકોને ઉપયોગી થાય તે રીતે બનાવી છે. તેઓ વકીલ છે અને તેમના માતા પિતા શિક્ષિત નહોતા. તેઓને વિચાર આવ્યો કે જો તેમના માતા પિતાને સરકારી યોજના અંગે જાણકારી હોત તો તેમના પરિવાર માટે ઉપયોગી સાબિત થઈ હોત. આવા અનેક પરિવાર અને લોકો છે જેમને સરકારી યોજના અંગે જાણકારી નથી. તેથી તેમણે પોતાના લગ્નમાં સરકારની વિવિધ સરકારી યોજનાઓની માહિતી આપતી ડિજિટલ કંકોત્રી તૈયાર કરી છે. (marriage kankotri design)
આ પણ વાંચોસુરતમાં ખેડૂતની દીકરીના અનોખા લગ્ન; ઓર્ગનિક રસોઈ સાથે ગીર ગાયનું કન્યા'દાન'