કોર્ટની નોટિસ જ નહીં પણ ગીતના નોટેશન પણ મોઢે હોય સુરત: જઘન્ય અપરાધમાં પોતાની ધારદાર દલીલોથી કેસને કોર્ટમાં રેરેસ્ટ ઓફ ધી રેર શ્રેણીમાં મુકાવી ત્રણ વર્ષમાં 10 દોષીઓને ફાંસીની સજા કરાવનાર સરકારી વકીલ નયન સુખડવાલા વિષય લોકો જાણતા ન હશે કે તેઓ જેટલી કડક દલીલ કરે છે તેના વિપરીત મધુર ગીત પણ ગાય છે. જ્યારે તેમની દલીલ કોર્ટમાં ચાલતી હોય છે ત્યારે પિન ડ્રોપ સાઇલેન્સ કોર્ટ રૂમમાં જોવા મળે છે અને એટલી જ ગંભીરતાથી તેમને લોકો ગીત ગાતા સાંભળતા જોવા મળે છે.
નયન સુખડવાલા ધારદાર દલીલો જ નહીં પરંતુ મધુર કંઠ માટે પણ જાણીતા છે 1992 થી પ્રેક્ટિસ: ત્રણ વર્ષમાં 10 જેટલા ગંભીર આરોપોમાં દોષીઓને ફાંસી અપાવનાર સરકારી વકીલ નયન સુખડવાલા વર્ષ 1992 થી પ્રેક્ટિસ કરી રહ્યા છે. સુરતના વી.ટી.લૉ કોલેજ થી વકીલની ડિગ્રી મેળવનાર નયન સુખડવાલા વર્ષ 2000 માં સરકારી વકીલ બન્યા હતા. મોટાભાગે તેમની પાસે આવા કેસો આવતા હોય છે. જેમાં ફરિયાદી આર્થિક રીતે ખૂબ જ નબળી પરિસ્થિતિ ધરાવતા હોય છે.
નયન સુખડવાલા ધારદાર દલીલો જ નહીં પરંતુ મધુર કંઠ માટે પણ જાણીતા છે નયન સુખડવાલા ખૂબ જ ગંભીર:ન્યાય અપાવવા માટે તેઓ રાત દિવસ એક કરતા હોય છે. તેઓ આરોપીને વધુમાં વધુ સજા થાય તે માટે સુપ્રીમ કોર્ટ અને હાઇકોર્ટના જે જજમેન્ટ છે. તેનું પણ સતત વાંચન કરતા હોય છે અને આ જ કારણ છે કે તેઓને દરેક કેસમાં વિજય હાંસલ થતો હોય છે. છેલ્લા કેટલાક સમયથી નાની બાળકી ઉપર જે રીતે રેપ થતો હોય છે. ત્યારબાદ તેની હત્યા કરવામાં આવતી હોય છે. ત્યારે આવા કેસમાં નયન સુખડવાલા ખૂબ જ ગંભીર અને કડક બની જતા હોય છે. આરોપીઓને મહત્તમ માં મહત્તમ સજા થાય તે માટે તેઓ દ્વારા પ્રયાસ કરવામાં આવતા હોય છે.
"સુરત કોર્ટમાં 10 કેટલાક કેસમાં ફાંસીની સજા ફટકારવામાં આવી છે. અપરાધીઓને એક જ મેસેજ છે કે તમે એવું નહીં સમજતા કે તમે કંઈક પણ કરશો અને બચી જશો. કોર્ટ ન્યાય કરે છે તટસ્થ, નિર્ભય અને ત્વરિત ન્યાય કરે છે અને ગુનેગાર ની જગ્યા જો તમે ગુનેગાર છો તો તમારી જગ્યા જેલમાં છે. સંગીત અને દલીલ એ બંને અલગ બાબત છે કોર્ટમાં દલીલ કરતી વખતે હું કડકમાં કડક શબ્દોનો ઉપયોગ કરું છું અને સંગીતમાં જ્યારે ગાતો હોય મીઠાસ ભર્યા શબ્દો ઉપયોગમાં લઉં છું. જેથી દલીલોની કડકાઈ અને કડવાશ સંગીતના ગીતોની મીઠાશમાં નીકળી જાય છે. ઘણા કેસો ચલાવ્યા છે કેસ ચાલે ત્યારે ઇન્વેસમેન્ટ હોય છે કયા સાક્ષી કયા દિવસે તપાસવા કયા ક્રમમાં તપાસવા માં ચાલતું હોય છે જેવો કેસ પૂરો થઈ જાય ત્યારે બધું ડિટોક્સ કરી નાખીએ છીએ અને નવા કેસ માટેની શરૂઆત કરીએ છીએ"-- નયન સુખડવાલા ( સરકારી વકીલ)
ઓફ ધી રેરની શ્રેણી:50થી વધુ કેસોમાં આજદિન સુધી આજીવન કેદની સજા કેસની સંવેદનશીલતાને ગંભીરતા તેમની દલીલોમાં આટલી હદે સ્પષ્ટ નજર આવે છે કે કોર્ટ કેસને રેરેસ્ટ ઓફ ધી રેરની શ્રેણીમાં મૂકે છે. ત્રણ વર્ષમાં જે 10 ફાંસીની સજા તેમની દલીલોના કારણે કોર્ટે ફરમાવી છે. તેમાંથી આઠ પોસ્કો કેસ છે એટલે બાળકી સાથે દુષ્કર્મની ઘટના અને તેની હત્યાના કેસમાં મા એક ઉદાહરણરૂપ જજમેન્ટ આવે તે માટે તેઓ હંમેશા કાર્યરત રહે છે. ચાર્જશિટ થી લઈને પુરાવા સુધી તમામે તમામ એકમો ની જીણકપૂર્વક તેઓ અભ્યાસ કરતા હોય છે. બાદમાં આરોપીઓને કઈ રીતે ફાંસી મળી શકે તે અંગે પણ તેઓ મહેનત કરતા હોય છે. તેઓની દલીલ ના કારણે 50થી વધુ કેસોમાં આજદિન સુધી આજીવન કેદની સજા કોર્ટે ફરમાવી છે જ્યારે 20 વર્ષની સજાના કુલ પાંચ કેસ છે.
ગંભીર કેસમાં કરી છે દલીલો: સમાજમાં એક ઉદાહરણ પ્રસ્તુત થાય તે માટે કલાકો કોર્ટમાં દલીલો તેઓને કેસની ગંભીરતા આટલી હદે હોય છે કે પોતાના એંજિયોપ્લાસ્ટી સર્જરી આવી તેઓ હોસ્પિટલથી સીધા કોર્ટ દલીલ કરવા માટે પહોંચી ગયા હતા. આ કેસ સુરતના ચકચારી એરપોર્ટ પરથી મળી આવેલા 48 કિલો ગોલ્ડ સ્મગલિંગનો હતો. નયન ભાઈના પિતા લલિતચંદ સુખડવાલા પણ સુરતના જાણીતા વકીલ હતા.
નાનપણથી કોર્ટથી પ્રભાવિત:નાનપણથી જોઈ તેઓએ કોર્ટમાં કઈ રીતે દલીલ કરવી તેનાથી પ્રભાવિત થયા હતા.તેમની ધારદાર દલીલોનો કારણે તો લોકો તેમને ઓળખતા જ હોય છે પરંતુ તેમના કંઠ થી નીકળેલા મધુર સ્વરથી પણ લોકો ખાસા પ્રભાવિત છે.ચકચારિત ગ્રીષ્માં મર્ડર કેસ હોય કે હાલમાં જ બે વર્ષની બાળકી સાથે દુષ્કર્મ અને હત્યા કેસ આ તમામમાં તેઓએ આરોપીને કઈ રીતે ફાંસી થાય અને સમાજમાં એક ઉદાહરણના પ્રસ્તુત થાય તે માટે કલાકો કોર્ટમાં દલીલો કરી છે. ટોક ઓફ ધ ટાઉન બનેલા નારાયણ સાંઈ દુષ્કર્મ કેસમાં પણ તેમની મજબૂત દલીલોના કારણે નારાયણ સાઈ આજે પણ કારાવાસ ભોગવી રહ્યો છે.
- Rahul Gandhi Defamation Case : પૂર્ણેશ મોદીના વકીલ હર્ષદ ટોળિયાએ હાઇકોર્ટના અવલોકનનું મહત્ત્વ જણાવ્યું
- Rahul Gandhi convicted: રાહુલ ગાંધીએ કોર્ટમાં નથી માગી માફી, વકીલ માંગુકિયાએ કરી મોટી સ્પષ્ટતા