ગુજરાત

gujarat

ETV Bharat / state

ગોલ્ડન રંગની મર્સિડીઝ કાર કોઈ ઉદ્યોગપતિની નહીં પરંતુ ગુજરાતના એક ખેડૂતની.. જુઓ વિશેષ અહેવાલ

ગુજરાતના રોડ પર 24 કેરેટ ગોલ્ડન રંગની ચમકતી મર્સિડીઝ કારને જોઈ લોકો આકર્ષિત થઇ રહ્યા છે. આ કારની તસવીરો પણ ખૂબ વાયરલ થઇ રહી છે. લોકો વિચારી રહ્યા છે કે આટલી મોંઘી કાર કોઈ ઉદ્યોગપતિ દ્વારા બનાવવામાં આવી હશે. પરંતુ સાંભળીને આશ્ચર્ય થશે કે ગોલ્ડન રંગની મર્સિડીઝ કાર કોઈ ઉદ્યોગપતિએ નહીં પરંતુ ગુજરાતના એક ખેડૂતે પોતાની માટે ખાસ તૈયાર કરાવી છે.

gold Mercedes
gold Mercedes

By

Published : Nov 26, 2020, 7:04 PM IST

  • ખેડૂતે ગોલ્ડન રંગની મર્સિડીઝ કાર પોતાની માટે ખાસ તૈયાર કરાવી
  • આ ખેડૂત પોતાના શરીર ઉપર 80 તોલા સોનાના દાગીના પહેરે
  • ફ્રાન્સની ટેકનોલોજીથી ગોલ્ડન કલરથી કાર તૈયાર કરાઇ


સુરત: ગુજરાતના ખેડૂતો જે ઠાની લે તે કરવામાં પાછળ રહેતા નથી. આ વાત ત્યારે સાબિત થઈ જ્યારે દક્ષિણ ગુજરાત સુરતના એક સોના પ્રેમી ખેડૂતે પોતાની 24 કેરેટ ગોલ્ડ રંગની મર્સિડીઝ કાર પોતાની માટે તૈયાર કરાવી હતી. સુરતના સચિન વિસ્તારના ખેડૂત સમીર પટેલને સોનુ ખૂબ જ પસંદ છે. તેઓએ દુબઈ ગયા અને સોશ્યલ મીડિયામાં જ્યારે અરબના શેખોની ગોલ્ડન કાર જોઇ ત્યારે પોતાની મર્સિડીઝ કારને ગોલ્ડન રંગ આપવાનું નક્કી કર્યું.

ગોલ્ડન રંગની મર્સિડીઝ કાર કોઈ ઉદ્યોગપતિની નહીં પરંતુ ગુજરાતના એક ખેડૂતની
અરબના શેખની જેમ તેઓએ પોતાની કાર પણ ગોલ્ડ કરવા માંગતા હતાસુરતના આ ખેડૂત સોનાનો આટલી હદે ક્રેઝ ધરાવે છે કે રોજે પોતે પોતાના શરીર ઉપર 80 તોલા સોનાના દાગીના પહેરે છે. તેમની ઘડિયાળ, ગળાનો ચેઇન, હાથનું બ્રેસલેટ, વિટી, મોબાઈલનું કવર બધું સોનાનું છે. સમીર પટેલે જણાવ્યું હતું કે અરબ શેખની જેમ તેઓએ પોતાની કાર પણ ગોલ્ડ કરવા માગતા હતા. પરંતુ રિયલ ગોલ્ડની જગ્યાએ આ ખાસ ફ્રાન્સની ટેકનોલોજીને વાપરી આ ખાસ ગોલ્ડન કલરથી કાર તૈયાર કરાવી છે.ફ્રાન્સની ટેકનોલોજી વાપરી મર્સિડીઝને ગોલ્ડન રંગ આપવામાં આવ્યોઅરબના દેશોમાં શેખ જે રીતે પોતાની મર્સિડીઝ કારને ગોલ્ડન રંગ કરાવે છે તેવો કરવાનો વિચાર કર્યો અને આ માટે તેણે ઓટોમોબાઇલ નિષ્ણાંત રવિ શાહ સાથે સંપર્ક કર્યો અને ફ્રાન્સની ટેકનોલોજી વાપરી મર્સિડીઝને ગોલ્ડન રંગ આપવામાં આવ્યો હતો. આ ટેકનોલોજી ગુજરાતમાં એકમાત્ર સુરતમાં છે. જેના થકી વગર કારને ડેમેજ કર્યા વગર તેના રંગ ઉપર રંગ કરી શકાય અને નવો લુક આપી શકાય.


ગુજરાત બહારથી પણ ઓર્ડર


આ અંગે રવિ શાહે જણાવ્યું હતું કે તેઓ આ ખાસ ટેકનોલોજીના માધ્યમથી સમીર પટેલની ઈચ્છા પૂર્ણ કરી છે. સોશ્યલ મીડિયામાં જ્યારે આ ગોલ્ડન કારની તસવીરો વાયરલ થઈ તો ગુજરાત જ નહીં ગુજરાત બહારથી પણ ઓર્ડર મળવા લાગ્યા છે.

ABOUT THE AUTHOR

...view details