ગુજરાત

gujarat

ETV Bharat / state

ગોદરેજ કેપિટલ સુરતમાં MSME ધિરાણનો મોટો બજારહિસ્સો મેળવવા કટિબદ્ધ

સુરતમાં ગોદરેજ કેપિટલે ( Godrej Capital in Surat Market ) એમએસએમઇ ધિરાણ (MSME Credit )નો 10 ટકા બજારહિસ્સો મેળવવાનો લક્ષ્યાંક નિર્ધારિત કર્યો છે. કંપનીએ કામગીરીના પ્રથમ 18 મહિનામાં કુલ બજાર હિસ્સાનો 10 ટકા હિસ્સો મેળવવાનો લક્ષ્યાંક નિર્ધારિત કર્યો છે. ગોદરેજ કેપિટલ માટે સુરત મહત્વપૂર્ણ બજાર તરીકે જળવાઈ રહેશે.

ગોદરેજ કેપિટલ સુરતમાં એમએસએમઇ ધિરાણનો મોટો બજારહિસ્સો મેળવવા કટિબદ્ધ
ગોદરેજ કેપિટલ સુરતમાં એમએસએમઇ ધિરાણનો મોટો બજારહિસ્સો મેળવવા કટિબદ્ધ

By

Published : Dec 22, 2022, 5:23 PM IST

ગોદરેજ કેપિટલ માટે સુરત મહત્વપૂર્ણ બજાર

સુરત સુરતમાં ગોદરેજ કેપિટલે ( Godrej Capital in Surat Market ) એમએસએમઇ ધિરાણનો (MSME Credit ) 10 ટકા બજારહિસ્સો મેળવવાનો લક્ષ્યાંક નિર્ધારિત કર્યો છે. ગોદરેજ કેપિટલ માટે સુરત મહત્વપૂર્ણ બજાર તરીકે જળવાઈ રહેશે. કારણકે, ખાનગી ધિરાણકારો દર વર્ષે એલએપી અને બિઝનેસ લોન્સ (LAP and Business Loans )સ્વરૂપે રૂ.7500 કરોડનું ધિરાણ કરે છે. કંપનીએ કામગીરીના પ્રથમ 18 મહિનામાં કુલ બજાર હિસ્સાનો 10 ટકા હિસ્સો મેળવવાનો લક્ષ્યાંક નિર્ધારિત કર્યો છે. કંપની અધિકારીએ જણાવ્યું કે સુરત કંપનીના વૃદ્ધિના એજન્ડાનો મહત્વપૂર્ણ ભાગ છે. સરકારી પહેલોએ એસએમઇ માટે ઝડપી આર્થિક વૃદ્ધિની સુવિધા આપી છે. ત્યારે સુરતમાં વ્યવસાયના માલિકો સાથે જોડાણ કરીશું. આ વર્ષના માર્ચ એન્ડ સુધી 6000 કરોડ સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરીશું.

આ પણ વાંચો SBIએ ફાઇનાન્સિંગ માટે નાબાર્ડ સાથે 3 MOU સાઇન કર્યા

બે વર્ષમાં 4000 કરોડનું બેલેન્સકંપની અધિકારીએ જણાવ્યું કે કંપનીએ થોડા દિવસ પહેલા સુરતમાં ઓફિસ ( Godrej Capital in Surat Market ) ખોલી છે. ગોદરેજ કેપિટલ બે વર્ષ જૂની કંપની છે. અત્યાર સુધી 4000 કરોડનું બેલેન્સ બનાવ્યું છે. અમે આશા રાખીએ છીએ કે આ જ બેલેન્સ અમે આ વર્ષના માર્ચ એન્ડ સુધી 6000 કરોડ સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરીશું. શરૂઆતના પાંચ વર્ષમાં 30 હજાર કરોડ બેલેન્સ શીટ સુધી પહોચવામાં આવશે. આ માર્કેટમાં (MSME Credit ) મહિનાનું લગભગ 800 કરોડો રૂપિયાનો બિઝનેસ (LAP and Business Loans )થાય છે અને એના હિસાબે કંપની એકથી દોઢ વર્ષ સુધીમાં 10 ટકા માર્કેટ શેર સુધી પહોંચશે.

આ પણ વાંચો વધતી જતી મોંઘવારી વચ્ચે સ્માર્ટ રીતે રોકાણ કેવી રીતે કરવું?

ક્વાર્ટર લોનની શરૂઆત કરાશે કંપની અધિકારીએ જણાવ્યું કે પ્રોપર્ટી બિઝનેસ સાથે ( Godrej Capital in Surat Market ) શરૂઆત કરી અમે આગળમાં દિવસોમાં ક્વાર્ટર લોનની શરૂઆત કરીશું. આ પ્રોડક્ટ આજના દિવસ માટે નથી પરંતુ 10 થી 15 વર્ષ સુધી ચાલે તેની માટે છે. તેમની ઉપર વિશ્વાસ મૂકવો પડશે કે તેઓ 15 વર્ષ સુધી રહેશે. જે રીતે ઇન્વેસ્ટમેન્ટમાં (MSME Credit ) વધારો થતો જશે તે રીતે અમારો બિઝનેસ આગળ વધતો જશે. જે પ્રકારે અમારો બિઝનેસ ચાલે છે તે પ્રકારે બિઝનેસમાં રિટર્ન મળવું જોઈએ.

ABOUT THE AUTHOR

...view details