લકવાગ્રસ્ત વૃદ્ધનું ફાયર ડીપાર્ટમેન્ટ દ્વારા સફળ રેસ્ક્યુ ઓપરેશન સુરત:સુરતના ઉધના વિસ્તારમાં બીજા માળે રૂમમાં ફસાયેલા લકવાગ્રસ્ત વૃદ્ધનું ફાયરનાં જવાનો દ્વારા રેસ્કયુ કરવામાં આવ્યું છે. 84 વર્ષીય ગમન તુલસીરામ ભરૂચા બીજા માળ ઉપર હતા.તે દરમિયાન તેમનો રૂમનો દરવાજો અંદરથી લોક થઇ ગયો હતો. આ પરિસ્થિતિમાં ફાયર ડીપાર્ટમેન્ટના જવાનો દેવદૂત બનીને આવ્યા અને બિમાર વૃદ્ધનું કર્યુ રેસક્યુ.
ઘણી મથામણ છતાં દરવાજો ન ખુલ્યોઃ સુરત શહેરના ઉધના વિસ્તારમાં આવેલ કાશી સોસાયટીમાં રહેતા ભરૂચા પરિવારની 84 વર્ષીય ગમન તુલસીરામ ભરૂચા જેઓને લકવાગ્રસ્ત બીમારી છે તેઓ ગઈકાલે સાંજે કોઈકરીતે પોતાના જ ઘરમાં દરવાજો લોક થઈ જતા ફસાઈ ગયા હતા ત્યારે સૌથી પહેલા તેમના પરિવારના સભ્યોએ દરવાજો ખોલવાની મથામણ કરી હતી પરંતુ રૂમ ખૂલ્યો ન હતો.
ફાયર વિભાગની લીધી મદદઃ અંતે ફાયર વિભાગની જાણ કરવામાં આવી હતી. જેથી ફાયરનાં જવાનો ત્યાં પોહચી કટર મશીનથી કાપી દરવાજો ખોલ્યો હતો. લકવાગ્રસ્ત વૃદ્ધનું રેસ્કયુ કર્યું હતું.
અમને કંટ્રોલ રૂમ દ્વારા ગઈકાલે સાંજે સાડા પાંચ વાગ્યાની આસપાસ આ રેસક્યુ માટે મેસેજ આપવામાં આવ્યો હતો. અમે ત્યાં એપાર્ટમેન્ટની બહારથી જ અમારા જવાનો દ્વારા બીજા માળ ઉપર પહોંચવા માટે એક્સ્ટેન્શન લેડરનો ઉપયોગ કરી ગેલેરીના મારફતે ઘરની અંદર ગયા હતા ત્યાં દરવાજામાં વરસાદી પાણીના કારણે જામ થઇ ગયો હતો અને લોક પણ કોઈ ખામીના કારણે લોક થઈ ગયું હતું. તેને અમે કટર મશીનથી કાપી દરવાજો ખોલ્યો હતો અને વૃદ્ધને બહાર લાવ્યા હતા...અક્ષય પટેલ(ફાયર ઓફિસર, મંજુરા ફાયર વિભાગ)
પરિવારે માન્યો આભારઃ84 વર્ષીય ગમન તુલસીરામ ભરૂચાને લકવાગ્રસ્ત બીમારી છે તથા એમના ઘરનો દરવાજો લોક થઈ જતા તેઓ ઘરની અંદર જ ફસાઈ ગયા હતા. સૌપ્રથમ વખત તેમના પરિવાર તથા આજુબાજુના લોકો દ્વારા દરવાજો ખોલવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ દરવાજો ન ખુલતા અંતે ફાયરને જાણ કરી હતી.કટર મશીનથી કાપી દરવાજો ખોલ્યો હતો.જોકે તેમની તબિયત સારી હતી.તેઓ અમારા ટીમનાં જવાનોને આશીર્વાદ આપ્યા હતા.આ જોતા જ પરિવારે અમારો આભાર પણ માન્યો હતો.
- Fire In Delhi AIIMS: AIIMSના ઈમરજન્સી વિભાગમાં ભીષણ આગ લાગી, 6 ફાયર એન્જિન હાજર
- Chandratal rescue operation : ચંદ્રતાલમાં ફસાયેલા પ્રવાસીઓનું રેસક્યુ ઓપરેશન, CM એ શેર કર્યો વિડીયો...