ગુજરાત

gujarat

ETV Bharat / state

Surat Crime : કામરેજમાં કિશોરીએ મોબાઇલ માટે કર્યો આપઘાત - બાળકોમાં આત્મહત્યાનું પ્રમાણ વધ્યું

મોબાઇલ ફોનના વળગણને લઇને સુરતના કામરેજમાં કિશોરીના આપઘાતનો મામલો સામે આવ્યો છે. 14 વર્ષની કિશોરીએ મોબાઇલ માગ્યો પણ માતાએ ન આપ્યો તો માઠું લાગી જતાં કિશોરીએ આપઘાત કરી લીધો હતો.

Surat Crime : કામરેજમાં કિશોરીએ મોબાઇલ માટે આપઘાત કર્યો
Surat Crime : કામરેજમાં કિશોરીએ મોબાઇલ માટે આપઘાત કર્યો

By

Published : Feb 8, 2023, 6:35 PM IST

Updated : Feb 11, 2023, 1:52 PM IST

મોબાઇલ ફોન આપવાની માતાની ના કિશોરીથી સહન ન થઇ

સુરત : મોબાઇલ ફોનની લત કહો કે વળગણ તેના દૂષણના કારણે કામરેજના પરબ ખાતે રહેતા પરપ્રાંતીય પરિવારની 14 વર્ષીય બાળકીએ જીવ ગુમાવ્યો હતો. વર્તમાન સમયમાં આબાલ વૃદ્ધ સહિત તમામ મોબાઇલ ફોનના વળગણ અને લતના જાણે બાળકો વ્યસની બની ગયા હોય એમ કહેવું અસ્થાને નથી. કામરેજના પરબ ગામની ઓમ ઇન્ડસ્ટ્રીઝમાં વસવાટ કરતા પરપ્રાંતીય પરિવારમાં માતા પાસે 14 વર્ષીય પુત્રીએ મોબાઇલ ફોન માંગતા માતાએ ફોન આપવાની ના પાડતા પુત્રીએ ગળે ફાંસો ખાઈ લેતા મોતની સોડ તાણી લીધી હતી.

કામરેજના પરબ ગામના દાસ પરિવારમાં બની ઘટના : કામરેજના પરબ ગામે આવેલા ઓમ ઇન્ડસ્ટ્રીમાં રહેતા અરુણદાસ નાદુદાસ દાસ પરિવારમાં પત્ની સહિત એક પુત્રી સાથે વસવાટ કરે છે. વરાછા ખાતે રહેતા મિતુલભાઈ દિયોરાના ઓમ ઇન્ડસ્ટ્રીઝમાં આવેલા એમ્બ્રોઈડરીના ખાતામાં તેઓ માર્કેટિંગ કામ કરે છે.ગત બુધવારના રોજ પત્ની ઇતિ દાસ પાસે તેમની પુત્રી હાસી દાસે મોબાઇલ ફોન માંગતા માતાએ તેને ના પાડી હતી. આથી પુત્રી હાસી દાસને માઠુ લાગી આવતા તે ઉપરના રૂમ ચાલી ગઈ હતી.

આ પણ વાંચો મોબાઈલ ફોને દંપતીને કર્યા અલગ, ઝઘડો થતા પત્નીએ પીધું ઝેર

માતાને બાદમાં થઇ જાણ : બાદમાં માતા ઇતિ દાસ ઘરનું કામ પતાવી ઉપર ગયા હતાં તો રૂમ અંદરથી બંધ હતો. જે દરમ્યાન આજુબાજુના હાર્દિકભાઈ તેમજ સુરેશભાઈ નામના વ્યક્તિ આવતા તેમના દ્વારા સીડી પર ચઢીને જોતા યુવતીએ આત્મહત્યા કરી લીધી હતી. બાદમાં હાર્દિકભાઈ નામના વ્યક્તિએ સીડી પર ચડી રૂમમાં પ્રવેશ કરી અંદરથી દરવાજો ખોલતા તેઓ અંદર પ્રવેશ્યા હતા.

ડોક્ટરે મૃત જાહેર કરી : બાદમાં ખાતાના માલિક મિતુલભાઈ દિયોરા ઘટના સ્થળે આવી પહોચતા હાસી દાસને ખાનગી દવાખાને લઇ જતા ડોકટરે તેને મૃત જાહેર કરી હતી. જે સમગ્ર ઘટના અંગેની જાણ મૃતક હાસીદાસના પિતા અરુણદાસ નાદુદાસ દાસે કામરેજ પોલીસ મથકે કરતા કામરેજ પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

આ પણ વાંચો બાળકોની મોબાઈલની આદતથી પરેશાન પેરેન્ટસ આ ટિપ્સ અપનાવી શકે

ઉધનામાં પણ બની હતી ઘટના : સુરત જિલ્લામાં થોડા દિવસ પહેલાં ઉધનામાં કિશોરીએ આપઘાત કર્યો હતો. સુરતમાં 15 વર્ષીય કિશોરીએ કોઈ કારણોસર પોતાના જ ઘરમાં આત્મહત્યા કરીને જીવન ટૂંકાવ્યું હતું. નાની ઉંમરના બાળકોમાં આત્મહત્યાના કેસોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. એ પણ ચિંતાનો વિષય કહી શકાય. 15 વર્ષીય કિશોરીએ પોતાના ઘરમાં કોઈ કારણોસર આત્મહત્યા કરી હતી. માતાએ જોતાની સાથે બુમાબુમ કરતા આજુબાજુના લોકો દોડી આવ્યા હતા. કિશોરીને તાત્કાલિક નીચે ઉતારી 108 એમ્બ્યુલન્સ મારફતે નવી સિવિલ હોસ્પિટલ લઈ ગયા હતા. હોસ્પિટલના ફરજ પરના ડોક્ટરે જોઈ તપાસી કિશોરીને મૃત જાહેર કરી હતો. તે સાથે જ હોસ્પિટલ દ્વારા જ પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે બોડીને હોસ્પિટલ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી હતી, પરંતુ ત્યાંજ મૃતકના પરિવારો દ્વારા અંદરોઅંદર છૂટા હાથની મારામારી થતા મામલો ગરમાયો હતો. ઘટનાની જાણ થતા જ ખટોદરા પોલીસનો કાફલો સિવિલ હોસ્પિટલ પહોંચી મામલો થાળે પડ્યો હતો.

Last Updated : Feb 11, 2023, 1:52 PM IST

ABOUT THE AUTHOR

...view details