સુરત: શહેરના પાલ વિસ્તારમાં આવેલ કાસા ફ્લોરેન્સિયા ઓયો હોટલની રૂમમાં જીવન ટૂંકાવ્યું હોવાનું સામે આવ્યું છે. યુવક સાથેના પ્રેમપ્રકરણમાં તેણે આપઘાત કર્યો હોવાની શક્યતાઓ જોવા મળી રહી છે. જોકે આ અંગે પોલીસ તપાસ કરી રહી છે.
Surat Crime: ઓલા ડ્રાઇવરના પ્રેમમાં પશ્ચિમ બંગાળની યુવતીએ કર્યો હોટલમાં આપઘાત - hanging herself in a hotel in Surat
સુરતની હોટલમાં પશ્ચિમ બંગાળની એક યુવતીએ આપઘાત કર્યો હોવાની ઘટના સામે આવી છે. જોકે આ યુવતી એક મહિના પહેલા જ પશ્ચિમ બંગાળથી સુરત આવી હતી. હાલ સમગ્ર મામલે પાલ પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.
![Surat Crime: ઓલા ડ્રાઇવરના પ્રેમમાં પશ્ચિમ બંગાળની યુવતીએ કર્યો હોટલમાં આપઘાત સુરતની હોટલમાં પશ્ચિમ બંગાળની એક યુવતીએ ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો.](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/03-10-2023/1200-675-19667861-thumbnail-16x9-h-aspera.jpg)
Published : Oct 3, 2023, 10:52 AM IST
"આ ઘટના અમારા પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમાં આવેલ કાસા ફ્લોરેન્સિયા ઓયો હોટલની રૂમ નંબર 405 માં બની હતી. જેમાં મૃતક રિમ્યા આસુતોષ દાસ જેઓ 28 વર્ષની હતી. તેઓ મૂળ પશ્ચિમ બંગાળના બોલર સાઉથના પેલી કોમ્પ્લેક્સમાં રહેતી હતી. તેઓને સુરતના એક ઓલા ડ્રાઇવર જેનું નામ જુનેદ હુસૈન કડિયા સાથે 6 મહિના પહેલા મીડિયા ઉપર મિત્રતા બંધાઈ હતી. ત્યારબાદ છ સપ્ટેમ્બરના રોજ રિમ્યા આસુતોષ દાસ સુરત આવી આજ હોટલમાં રહેતી હતી. પરંતુ ગઈકાલે તેઓ પોતાના જ રૂમમાં આપઘાત કર્યો હતો."-- ડી.એલ.પારગી (પાલ પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર)
બીજી ચાવી દ્વારા દરવાજો ખોલતા:જેઓ મૂળ પશ્ચિમ બંગાળની હતી. જેઓને શહેરના રૂસ્તમપુરા મસ્જિદની બાજુમાં રહેતા જુનેદ હુસૈન કડિયા સાથે 6 મહિના પહેલાં સોશિયલ મીડિયા પર બંને વચ્ચે મિત્રતા થયા બાદ બંને વચ્ચે વાતચીતનો સિલસિલો ચાલુ થયો હતો. ત્યારબાદ ગત તારીખ 6 સપ્ટેમ્બર રિમ્યા સુરત આવી હોટલમાં રોકાઈ હતી. તેણે અહીં પણ જુનેદ સાથે ઘણી બધી વાર બહાર ફરવા માટે ગઈ હતી. પરંતુ ગત રોજ તેણે જુનેદને કોલ કરી કહ્યું હતું કે, જો તમે આવો તો હું આપઘાત કરી લેશે. આ સાંભળી જુનેદ ઘબરાઈ ગયો હતો. અને તે હોટલ ઉપર પહોંચ્યો હતો. બીજી ચાવી દ્વારા દરવાજો ખોલતા રિમ્યાએ આપઘાત કરી લીધો હોવાનું સામે આવ્યું છે.