સુરત: શહેરના જહાંગીરપુરા વિસ્તારમાંથી બાંધકામ સાઈટ પર બાળકીનું અંડર ગ્રાઉન્ડ પાણીની ટાંકીમાં પડી જતા મોત થવાની ઘટના સામે આવી છે. જોકે આ પહેલા જ બાળકીના માતાપિતાએ ગઈકાલે સાંજે જહાંગીરપુરા પોલીસ સ્ટેશનમાં ગુમ થવાની ફરિયાદ નોંધાવી હતી. જેને લઈને પોલીસ આ મામલાને ગંભીરતાથી લઈ સ્થાનિક અને ક્રાઇમ બ્રાન્ચ પોલીસે આખી બાળકીની શોધખોળ હાથ ધરી હતી. અંતે પોલીસે આજે સવારે બાળકીના નિવાસ્થાને બાંધકામ સાઈટ પર બાળકી અંડર ગ્રાઉન્ડ પાણીની ટાંકીમાંથી મૃત હાલતમાં મળી આવ્યું હતું.
Surat News: ચેતવણીરૂપ કિસ્સો, ચાર વર્ષની બાળકીનું અંડર ગ્રાઉન્ડ પાણીની ટાંકીમાં પડી જવાથી મોત
સુરત શહેરના જહાંગીરપુરા વિસ્તારમાંથી બાંધકામ સાઈટ પર બાળકીનું અંડર ગ્રાઉન્ડ પાણીની ટાંકીમાં પડી જતા મોત થવાની ઘટના સામે આવી છે. જોકે હાલ આ મામલે પોલીસે બાળકીનો મૃતદેહનો કબજો મેળવી નવી સિવિલ હોસ્પિટલ પોસ્ટમોર્ટમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
Published : Sep 14, 2023, 10:21 AM IST
|Updated : Sep 14, 2023, 10:32 AM IST
'ગઈકાલે સાંજે ચાર વર્ષની બાળકી ગુમ થઇ ગઈ છે. જે મામલે બાળકીના પિતા જહાંગીરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા માટે આવ્યા હતા. જે મામલે સૌ પ્રથમ વખત ગુમ થવાની ફરિયાદ લઈ અમારા ઝોન વિસ્તારની સર્વલેન્સ ટીમ અને ક્રાઈમ બ્રાન્ચની ટીમ દ્વારા બાળકી ની શોધખોળ હાથ ધરી હતી. મોડીરાત સુધી બાળકીની શોધખોળ હાથ ધરવામાં આવી હતી. પરંતુ બાળકી મળી આવી ન હતી. વહેલી સવારે ફરીથી બાળકીની શોધખોળ કરવામાં આવી હતી. ત્યારે આજે સવારે બાળકીના મકાનની બાજુંમાં આવેલ પાણીની ટાંકીમાંથી બાળકીની ડેથ બોડી મળી આવી છે.' -સુરત ડીસીપી બારોટ
પરિવારમાં શોકનો માહોલ: વધુમાં જણાવ્યું કે, મૃતક ઉર્વશી કાજુભાઈ વહેનીયા જેવો 4 વર્ષના હતા. તેમના માતા-પિતા આજ બાંધકામ સાઈડ કામ કરે છે. તેઓ મૂળ દાહોદનો છે અને એક વર્ષ પેહલા જ સુરત રોજગારી અર્થે આવ્યા હતા. પરિવારમાં પત્ની, બે દીકરા અને એક દીકરી ઉર્વશી હતી. જોકે એકની એક દીકરીનું મોત થતાં પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.