સુરત:સામાજિક ક્ષેત્ર કાર્ય કરતી એક સોચ એનજીઓ અને યૂથ ફોર ગુજરાત દ્વારા રાજ્યના દિવ્યાંગ બાળકોની દિવ્યાંગતા દૂર કરવા માટેનું બીડું ઉપડાવામાં આવ્યું છે. ત્યારે ધર્મનંદન ડાયમંડના સહયોગથી 15 જેટલા દિવ્યાંગ બાળકોને કૃત્રિમ હાથની ભેંટ (Gifts of artificial hands to paralyzed children )કરી તેમને સ્પર્શનો રંગ ઉમેરશે.
દિવ્યાંગ બાળકોમાં વિશિષ્ટ પ્રતિભાઓ છુપાયેલી
આ અંગે માહિતી આપતાયૂથ ફોર ગુજરાતના મુખ જીજ્ઞેશ પાટીલ અને એક સોચ NGOના ફાઉંડર રિતુ રાઠીએ સંયુક્ત રિતે જણાવ્યું હતું કે દિવ્યાંગ બાળકોમાં વિશિષ્ટ પ્રતિભાઓ છુપાયેલી હોય છે, ત્યારે સમાજનો દૃષ્ટિકોણ તેમના પ્રત્યએ સકારાત્મક બને અને સમાજ તેમને મદદ કરે તે જરૂરી છે. આ જ ઉદ્દેશ્ય સાથે એક સોચ NGO (Non-Governmental Organisation) અને યુથ ફોર ગુજરાત દ્વારા કૃત્રિમ અંગો દ્વારા દિવ્યાંગોની દિવ્યાંગતા દૂર કરવાનો પ્રયાસ શરૂ કરાયો છે. જે અંતર્ગત 15 જેટલા બાળકોને મિકેનિકલ અને કોસ્મેટીક હાથ લગાડવામાં આવ્યા.