ગુજરાત

gujarat

ETV Bharat / state

PM મોદીને ભેટઃ સુરતના રિયલ ડાયમંડ અશોક સ્તંભ-સંસદ ભવનની ડિઝાઇનનું બ્રોચ

જેમ્સ એન્ડ જ્વેલરી ઉદ્યોગ સાથે સંકળાયેલી મહિલા ઉદ્યોગપતિ પ્રીતિ ભાટિયા દ્વારા એક ખાસ બ્રોચ ડિઝાઇન કરવામાં આવી છે. 1200 રીયલ ડાયમંડ (1200 real diamond Aryavrat Brooch) જડિત આ બ્રોચને તે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ભેટ (Arya Vrat brooch made for PM Modi in Surat) સ્વરૂપે આપશે જેનું નામ આર્ય વ્રત છે અને દેશના ભવિષ્યના તમામ વડાપ્રધાન શપથ ગ્રહણ વખતે આ બ્રોચ પહેરે તેવી તેમની ઈચ્છા છે. કારણ કે, આ બ્રોચ ખૂબ જ ખાસ છે અને એની ડિઝાઇનમાં નવા સંસદ ભવન તેમજ અશોક સ્તંભ સ્પષ્ટ પણે જોવા મળે છે.

સુરતમાં બનાવવામાં આવ્યું અશોક સ્તંભ અને નવી સંસદ ભવન ડિઝાઇન 'આર્યવ્રત' બ્રોચ
સુરતમાં બનાવવામાં આવ્યું અશોક સ્તંભ અને નવી સંસદ ભવન ડિઝાઇન 'આર્યવ્રત' બ્રોચ

By

Published : Dec 16, 2022, 9:07 PM IST

Updated : Dec 16, 2022, 9:41 PM IST

સુરતમાં બનાવવામાં આવ્યું અશોક સ્તંભ અને નવી સંસદ ભવન ડિઝાઇન 'આર્યવ્રત' બ્રોચ

સુરત:વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મહિલા સશક્તિકરણ અને મેક ઇન ઇન્ડિયાની ઉર્જાવાન વાતો અને તેમના કાર્યોથી પ્રભાવિત થઈ સુરતની જ્વેલરી ઉદ્યોગ સાથે સંકળાયેલી મહિલા ઉદ્યોગપતિ પ્રીતિ ભાટીયાએ માત્ર 15 દિવસમાં એક એવું બ્રોન્ચ તૈયાર કર્યું છે, જેને જોઈ દરેક આશ્ચર્યમાં મૂકાઈ જશે.

આર્યવ્રત PM મોદીને ભેટ: બ્રોચ રીયલ ડાયમંડ છે અને આ બ્રોચને તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ભેટ સ્વરૂપ આપશે. આ કોઈ સામાન્ય બ્રોચ નથી, દેશના રાષ્ટ્રીય ચિન્હ અશોક સ્તંભ રૂપે તૈયાર કરવામાં આવ્યું છે, જેમાં ચાર સિંહ ગર્જતાં નજર આવશે. આજ કારણ છે કે, આનું નામ આર્યવ્રત (New Parliament Building Design Aryavrat Brooch) રાખવામાં આવ્યું છે.

સિંહની આંખોમાં લીલા રંગના એમરલ ડાયમંડ: પ્રીતિ ભાટિયાએ જણાવ્યું હતું કે, તેઓએ માત્ર 15 દિવસમાં ડિઝાઇન તૈયાર કરીને આ બ્રોચ તૈયાર કર્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રાષ્ટ્રહિત લક્ષીકાર્યો તેમજ તેઓ મહિલા સશક્તિકરણની વાતો કરે છે, આ બંનેથી પ્રભાવિત થઈને આ બ્રોન્ચ તૈયાર કર્યું છે 9.50 કેરેટના 1200 હીરા (1200 real diamond Aryavrat Brooch) છે અને રોઝ ગોલ્ડમાં આ તૈયાર કરવામાં આવ્યું છે. ચારેય સિંહની આંખોમાં લીલા રંગના એમરલ ડાયમંડ જોવા મળશે જે એક સમૃદ્ધિના પ્રતીક છે.

અશોક ચક્રમાં નીલમ લગાડ્યા: તેઓએ જણાવ્યું હતું કે, બ્રોન્ચની ડિઝાઇન પણ ખૂબ જ ખાસ છે. હાલ જે નવા સંસદ ભવન તૈયાર થઈ રહ્યો છે તેની પ્રતિકૃતિ પણ આ બ્રોચમાં જોવા મળશે આ સાથે મધ્યમાં અશોક ચક્ર સ્પષ્ટપણે જોવા મળશે. જ્યારે આ બ્રોચને મધ્યમાં આવેલા સર્કલને ફરાવવામાં આવશે. અશોક ચક્ર માટે ખાસ હીરા લગાડવામાં આવ્યા છે. અશોક ચક્રમાં નીલમ લગાડવામાં આવ્યા છે, જે તેને વધુ આકર્ષક બનાવે છે અને આ એક શક્તિનું પ્રતીક છે.

પંદર દિવસ સુધી રાત દિવસ મહેનત:પ્રીતિ ભાટિયાએ જણાવ્યું હતું કે, ડિઝાઇન તૈયાર કરવામાં મહિલા ડિઝાઇનરોનો સિંહ ફાળો છે. પંદર દિવસ સુધી રાત-દિવસ મહેનત કર્યા બાદ જ આ ફાઈનલ લુકમાં તૈયાર થયો છે. આ અમે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ભેટ (Aryavrat Brooch Gift for PM Modi) સ્વરૂપ આપીશું અને જ્યારે પણ દેશના નવા વડાપ્રધાન બને ત્યારે શપથ ગ્રહણ સમયે તેઓ આ બ્રોચ ધારણ કરે તેવી અમારી ઈચ્છા છે.

Last Updated : Dec 16, 2022, 9:41 PM IST

ABOUT THE AUTHOR

...view details