- શહેરોમાં ઘો-1 થી 5ના વર્ગો શરૂ નઈ થશે
- કેટલા વાલીઓ પોતાના બાળકોને સ્કૂલે મોકલવા ઇચ્છે છે?
- શાળાઓ ખુલ્લાથી સ્કુલ સંચાલકો આંનદ સાથે ભારે મૂંઝવણમાં
- વિદ્યાર્થીઓ તેમજ વાલીઓને સમજાવવા ખુબ મુશ્કેલઃ સ્કુલ સંચાલકો
સુરતઃ રાજ્યમાં ધોરણ 1થી 5 ના વર્ગો શરૂ કરવા માટે ગઈકાલે રાજ્ય શિક્ષણ પ્રધાન(Education Minister of State) દ્વારા જાહેરાત કરવામાં આવી હતી પરંતુ શહેરની શાળાઓ(Cities school) 22મી નવેમ્બર, 2021થી વર્ગો શરૂ નહીં કરી શકે. કારણ કે ગઈકાલે બપોરે આ બાબતની જાહેરાત બાદ શહેરના સ્કૂલ સંચાલકો(Gujarat School Administrators) વાલીઓનો સંપર્ક કરવું મુશ્કેલ હતું. જેથી આજથી વાલીઓને(Parents of students) સ્કૂલ દ્વારા સંમતિ પત્રક મોકલવામાં આવશે અને વાલીઓની મિટિંગ પણ બોલાવવામાં આવશે. ત્યારબાદ કોઈ ચોક્કસ નિર્ણય લેવામાં આવશે. પરંતુ વાલીઓને સમજાવવું સ્કૂલ સંચાલકો માટે એક પડકાર આવી શકે છે.
કેટલા વાલીઓ પોતાના બાળકોને સ્કૂલે મોકલવા ઈચ્છે છે
સ્કુલ સંચાલકે(School Administrators) જણાવ્યું કે, આ નિર્ણયથી ખુબ જ ખુશ છીએ, પરંતુ ગઈકાલે બપોરે જાહેરાત થવાના કારણે વાલીઓનો સંપર્ક સુધી પહોંચવું મુશ્કેલ હતું. જેથી મોટા ભાગની શાળાઓના સંચાલકો મુંઝવણમાં રહ્યા હતા. જો ગુરુવારથી શાળાઓ શરૂ થાય તો સંચાલકોને બે-ત્રણ દિવસનો સમય મળી જાય તો વાલીઓનો સંપર્ક(school education) કરીએ કે કેટલા વાલીઓ પોતાના બાળકોને શાળાએ મોકલવાના છે, કેટલા બાળકો શાળાએ આવા માગે છે. તેમજ કેટલાક બાળકો બાળ મંદિરથી પ્રાર્થમિક ધોરણમાં પ્રવેશ કર્યો છે. એટલે બાળકોને નવા પ્રાર્થમિક વિભાગમાં લેવાના છે તેનું આયોજન પણ કરીએ.
આ ઉપરાંત વિદ્યાર્થીઓ બે વર્ષ બાદ શાળાએ આવશે તો વિદ્યાર્થીઓને માર્ગદર્શનની વધારે જરૂર પડશે. જો વિદ્યાર્થીઓની સંખ્યા વધારે હશે તો અમે બાળકોને ત્રણેક દિવસ ઓછા સમય માટે બોલાવીશું અને જો ઓછા બાળકો હશે તો અમે બે શિક્ષકો સાથે વર્ગવ્યવસ્થા(Classroom system of teachers in the school) ગોઠવામાં આવશે. જેથી વાલીઓ અને બાળકોને ખૂબ જ સ્પષ્ટ સમજણ આપવી પડશે.