સુરત:ડભોલી થી સિંગણપોર વિસ્તારમાં આવેલા નિર્મળ નગર પાસે કોર્પોરેશનનાં પાણીનાં પાઇપમાં લીકેજ (water pipe Leakage) હોવાથી કામગીરી કરવામાં આવી રહી હતી. તે દરમિયાન અચાનક ગેસની પાઇપ લાઇનમાં લીકેજ (Gas pipeline Leakage) થયું અને આગ ભભુકી ઉઠી હતી. જેમાં બાઈક પર જઈ રહેલા દંપત્તિને આગે પોતાની જપેટમાં લઇ લીધા હતા.
આગમાં દાઝેલ દંપત્તિને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા
આ દંપત્તિને તાત્કાલિક ધોરણે 108ની મદદથી ખાનગી હોસ્પિટલમાં (Private Hospital) સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. આ બન્ને દંપતી સીતારામ ચોક થી વિઠલ નગર જઈ રહ્યા હતા. તે સમયે આગ ફેલાતા દાઝી ગયા હતા. જોકે તુરંતજ ફાયર વિભાગને જાણ કરાતા તે ઘટનાં સ્થળે પહોંચી હતી અને આગ ઉપર કાબુ મેળવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો હતો સાથે ગુજરાત ગેસ કંપનીનાં કર્મચારીઓ પણ પહોંચ્યા હતા.