- સુરત રૂપાલી સિનેમાં પાસે પાણીની લાઈન લીકેજ
- તંત્ર દ્વારા મેઈન્ટેનન્સની કામગીરી કરવામાં આવી
- ગેસ લાઈન તૂટી જતા થયો હતો ગેસ લીકેજ
સુરતઃ રાંદેર સ્થિત રૂપાલી સિનેમાં પાસે પાણીની લાઈન લીકે જ થતા તંત્ર દ્વારા મેઈન્ટેનન્સની કામગીરી કરવામાં આવી રહી હતી. આ દરમિયાન ગેસ લાઈન તૂટી જતા ગેસ લીકેજ થયો હતો પરંતુ તાત્કાલિક આ અંગે અધિકારીઓને જાણ કરવામાં આવી હતી અને ગેસ લાઈન બંધ કરી કાર્યવાહી કરવામાં આવી હતી.
તંત્ર દ્વારા મેઈન્ટેનન્સની કામગીરી દરમિયાન ગેસ લાઈન તૂટી, કોઇ જાનહાનિ નહી મેઈન્ટેનન્સની કામગીરી દરમિયાન ગેસની લાઈન તૂટી
સુરતના રાંદેર સ્થિત રૂપાલી સિનેમા પાસે પાણીની લાઈન લીકે જ થતા તંત્ર દ્વારા મેઈન્ટેનન્સની કામગીરી કરવામાં આવી રહી હતી આ દરમિયાન જેસીબી મશીન દ્વારા ખોદકામ થઇ રહ્યું હતું ત્યારે અચાનક ગેસ લાઈન તૂટી ગયી હતી અને ગેસ લીકે જ થયો હતો. જેથી તાત્કાલિક અધિકારીઓ અને ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. જેથી તાત્કાલિક અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને પરિસ્થતિને કાબુમાં લવામાં આવી હતી.
ગેસ લીકે જ થતા આસપાસના વિસ્તારમાં અફરાતફરીનો માહોલ
ગેસ લીકે જ થતા મોટી દુર્ઘટના સર્જાતા રહી ગઇ હતી કોઇ જાહનહાની થઇ ન હતી પરંતુ આ ઘટનાને લઈને પલભર માટે આસપાસના વિસ્તારમાં અફરાતફરીનો માહોલ છવાયો હતો.