ગુજરાત

gujarat

ETV Bharat / state

ઉત્સાહ અને ભાવુકતાની સાથે સુરતમાં ગણેશ વિસર્જનની શરૂઆત

આજે અનંત ચતુર્દશીના દિવસે ગણપતિ વિસર્જન કરવામાં આવે છે. સુરતના રાજમાર્ગ પર વિસર્જન યાત્રાની શરૂઆત થઈ છે. સુરતીઓ બેન્ડ બાજાના તાલે ઝૂમી ઉઠ્યા છે. બાપા વિદાયને પગલે સુરતીઓ લાલાઓમાં ઉત્સાહ ભાવુકતા જોવા મળી રહી છે. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે વિસર્જન યાત્રાની શરૂઆત થઈ છે. Ganpati Visarjan Anant Chaturdashi in Surat, Anant Chaturdashi 2022, Ganesh Visarjan 2022

ઉત્સાહ અને ભાવુકતાની સાથે સુરતમાં ગણેશ વિસર્જનની શરૂઆત
ઉત્સાહ અને ભાવુકતાની સાથે સુરતમાં ગણેશ વિસર્જનની શરૂઆત

By

Published : Sep 9, 2022, 1:12 PM IST

સુરતશહેરમાં રાજમાર્ગ પરથી બાપાની વિસર્જન યાત્રાની શરૂઆત(Ganpati Visarjan Anant Chaturdashi in Surat ) થઈ છે. સુરતીઓ બેન્ડ બાજાના તાલે ઝૂમી ઉઠ્યા છે. બાપા વિદાયને પગલે સુરતીઓ લાલાઓમાં ઉત્સાહ ભાવુકતા(Anant Chaturdashi 2022)જોવા મળી રહી છે. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે વિસર્જન યાત્રાની શરૂઆત થઈ છે. ભાગળ વિસ્તારમાં કેન્દ્રીય પ્રધાન પૂર્ણેશ મોદી તેમજ સાશક પક્ષના નેતા અમિત સિંગ રાજપૂત તેમજ સ્ટેન્ડિંગ ચેરમેન પરેશ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા.

ગણેશ વિસર્જનની શરૂઆત

475 ગણેશજીની પ્રતિમાઓનું વિસર્જનશહેર પ્રમુખ નિરંજન ઝાંઝમેરા પણ ઉપસ્થિત (Ganesh Visarjan 2022 )રહ્યા હતા. વહેલી તકે લોકો વિસર્જન કરવા માટે જાય તેવી અપીલ કરાવામાં આવી છે.ભાગળ વિસ્તારમાં સુરત શહેર પોલીસ કમિશનર અજય તોમર તેમજ સુરત શહેર મેયર હેમાલી બોઘવાળા પણ ઉપસ્થિત રહ્યા હતા. ધારાસભ્ય અરવિંદ રાણા પણ ઉપસ્થિત રહ્યા હતા. શહેરમાં ત્રણ કલાકમાં 475 ગણેશજીની પ્રતિમાઓનું વિસર્જન કરવામાં આવ્યું છે.

ભગવાન ગણેશને ઉત્સાહ સાથે વિદાયઅનંત ચતુર્દશીનાદિવસે ગણપતિ વિસર્જન કરવામાં આવે છે. પંચાંગ અનુસાર, શુભ મુહૂર્ત અને વિધિપૂર્વક કરવામાં આવતા વિસર્જનથી જ બાપ્પાના આશીર્વાદ પ્રાપ્ત થાય છે. આ વર્ષે અનંત ચતુર્દશી તારીખ 9 સપ્ટેમ્બર 2022 છે. આ દિવસે ભગવાન ગણેશને ઉત્સાહ સાથે વિદાય આપવામાં આવે છે, તેમની મૂર્તિને શુભ સમયે પાણીમાં વિસર્જન કરવામાં આવે છે. અનંત ચતુર્દશી તિથિ પર ભગવાન વિષ્ણુની પણ પૂજા કરવામાં આવે છે.

ABOUT THE AUTHOR

...view details