સુરતગણેશ ભક્ત સુરતની ડેન્ટિસ્ટ દ્વારા એક અનોખી ગણેશજીની પ્રતિમા (Ganesh Chaturthi 2022)તૈયાર કરવામાં આવી છે. આમ તો ગણેશજીની અનેક પ્રતિમાઓ ગણેશ ભક્તો( Ganesha idol)પસંદ કરતા હોય છે. પરંતુ અદિતિ દ્વારા ખાસ મકાઈમાંથી ગણપતિજી બનાવવામાં આવ્યા છે. 50 કિલો મકાઈના ડોડામાંથી ગણપતિજીની મૂર્તિ બનાવવામાં (Idol of Lord Ganapati from corn doda)આવી છે. અઢીસો જેટલા મકાઈના ડોડામાંથી ગણેશજી તૈયાર કરાયા છે જેમને યુનિવર્સિટી ખાતે સ્થાપિત કરવામાં આવ્યા છે.
આ પણ વાંચોઈડરમાં ઢોલનગારા સહિત વાજતેગાજતે દૂંદાળા દેવની સ્થાપના, ભક્તોમાં અનેરો ઉત્સાહ
મકાઈના ડોડામાંથી ગણપતિજીની મૂર્તિડોક્ટર અદિતિ દ્વારા દર વર્ષે ઇકો ફ્રેન્ડલી ગણેશ બનાવવામાં આવે છે. છેલ્લા ઘણા વર્ષોથી યુનિક ગણપતિ બનાવનાર ડો.અદિતિ મિતલએ આ વર્ષે દેશી મકાઈના ડોડામાંથી યુનિક ગણપતિજી (Eco friendly Ganesh)બનાવ્યા છે. અને મકાઈના ડોડાના રેસામાંથી તેમણે ગણપતિજીનું વાહન મૂષક રાજ પણ બનાવ્યું છે. ગણેશજીની સ્થાપના સુરતના વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સાથે કરવામાં આવી છે. યુવાઓ ભક્તિ ભાવમાં ઓત પ્રોત થાય આ હેતુથી ડોક્ટર અદિતીએ યુનિવર્સિટી ખાતે આ ખાસ ઇકો ફ્રેન્ડલી ગણેશજીની સ્થાપના કરી છે.
આ પણ વાંચો1943થી ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિની સ્થાપના સાથે અહીં ઉજવાય છે ગણેશોત્સવ
યુનિવર્સિટીમાં ઇકો ફ્રેન્ડલી ગણેશજીની સ્થાપનાઆ અંગે ડોક્ટર અદિતિ મિત્તલએ જણાવ્યું હતું કે, ભગવાન ગણેશ પ્રકૃતિ સાથે જોડાયેલા છે. જેથીમેં મકાઈના ડોડામાંથી ગણપતિ બનાવવાનું વિચાર્યું. આ ગણેશજી પાંચ દિવસની મહેનત બાદ તૈયાર થયા છે અને દરેક દેશી ડોડાને વાયર સાથે જોઈન્ટ કરીને 250 મકાઈથી ગણપતિજી બનાવ્યા છે. દસ દિવસ બાદ આ મકાઈ પાકી જશે અને તેમાંથી મકાઈની ભેલ બનાવીને ગરીબ બાળકોને વેચવામાં આવશે. મકાઈના રેસામાંથી તેમનું વાહન મૂષક બનાવ્યું છે. મકાઈ દસ દિવસ દરમિયાન મકાઈ બગડી નહીં જાય તે માટે અમે કાચા મકાઈના ડોડા મંગાવ્યા છે અને તેમાંથી જ આ મૂર્તિ બનાવી છે.