ગુજરાત

gujarat

ETV Bharat / state

ડાયમંડ જડિત ગણપતિ, સુરતમાં પચાસ હજારથી વધુની કિંમતની ગણેશજીની પ્રતિમા - American diamond

દેશભરમાં ગણેશ ચતુર્થીની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસે લોકો પોતાના ઘરમાં ગણપતિ બાપ્પાની સ્થાપના કરે છે. ડાયમંડ સિટી સુરતમાં હાલ અમેરિકન ડાયમંડથી ગણેશજીની પ્રતિમાને શણગારવાનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે. હાલ જ એક મૂર્તિ તૈયાર કરવામાં આવી છે જેમાં બે લાખ અમેરિકન ડાયમંડથી ગણેશજીની પ્રતિમાને સુશોભિત કરવામાં આવ્યા છે.Ganesh Chaturthi 2022, Ganesh Idol of American Diamond , Ganesh idol decorated American diamonds in Surat

ડાયમંડ જડિત ગણપતિ, સુરતમાં પચાસ હજારથી વધુની કિંમતની ગણેશજીની પ્રતિમા
ડાયમંડ જડિત ગણપતિ, સુરતમાં પચાસ હજારથી વધુની કિંમતની ગણેશજીની પ્રતિમા

By

Published : Aug 31, 2022, 3:51 PM IST

સુરત શહેરમાં દુધાળા દેવ ગણેશજીના ભક્તિમાં દરેક ભક્ત (Ganesh Chaturthi 2022)રંગાઈ ગયો છે. ગણેશજીની પ્રતિમા વધુ આકર્ષિત લાગે આ માટે લોકો શૃંગાર કરાવે છે. પરંતુ શહેરના કેટલાક ભક્તોએ ગણેશજીની પ્રતિમાને અમેરિકન ડાયમંડથી સુશોભિત( Ganesh idol decorated diamonds )કર્યું છે. ડાયમંડ સિટી સુરતમાં હાલ અમેરિકન ડાયમંડથી ગણેશજીની પ્રતિમાને શણગારવાનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે. હાલ જ એક મૂર્તિ તૈયાર કરવામાં આવી છે જેમાં બે લાખ અમેરિકન ડાયમંડથી ગણેશજીની પ્રતિમાને સુશોભિત કરવામાં આવ્યા છે.

ડાયમંડથી ગણેશજીની પ્રતિમાને શણગારવા આવી

અમેરિકન ડાયમંડની ગણેશજીની મૂર્તિમહારાષ્ટ્ર બાદ ગણેશ મહોત્સવની ધૂમ ગુજરાતમાં જોવા મળે છે અને તેમાં પણ ખાસ કરીને સુરતમાં ગણેશ ભક્તો આતુરતાથી આ મહોત્સવની રાહ જોતા હોય છે. ભગવાન ગણેશજીની પ્રતિમાને આકર્ષિત લગાડવા માટે ભક્તો(Ganesh idol decorated American diamonds in Surat ) પ્રયાસ કરે છે અને આ માટે ખાસ ડિઝાઇનરનો પણ સંપર્ક કરતા હોય છે.

આ પણ વાંચોપંચગવ્યમાંથી બનેલી ગણપતિની પ્રતિમા લોકોને કરી રહી છે આકર્ષિત

અમેરિકન ડાયમંડ ચમક્યોઆ વખતે ડાયમંડ સિટી સુરતમાં ગણેશજીની પ્રતિમાને અમેરિકન ડાયમંડ થી સુશોભિત કરવાના( Ganesh idol decorated )ચલણે જોર પકડ્યું છે. સુરતમાં આર્ટિસ્ટ પરિમલભાઈને ત્યાં હાલ આવી ગણેશજીની પ્રતિમાઓ તૈયાર થઈ છે જેમાં હજારો નહીં પરંતુ લાખો અમેરિકન ડાયમંડ થી ગણેશજીના શૃંગાર કરવામાં આવ્યા છે. ગણેશજીના હાથ પગ અને તેમના કાન સહિત સંપૂર્ણ શરીરમાં જ્યાં જૂઓ ત્યાં અમેરિકન ડાયમંડ ચમકી રહ્યો છે.

આ પણ વાંચોરંગબેરંગી 51થી વધુ પ્રકારના મોદકની રેસીપી વિશે જાણો

માઇક્રો લેવલનું કામઆ અંગે આર્ટિસ્ટ પરિમલભાઈએ જણાવ્યું હતું કે ડાયમંડ સિટીમાં હાલ અમેરિકન ડાયમંડ થી ગણેશજીની પ્રતિમાને શૃંગારવા માટે ઓર્ડર આવી રહ્યા છે. ગુજરાત અને અન્ય રાજ્યોથી પણ ઓર્ડર આવી રહ્યા છે. એક ફૂટ થી ચાર ફૂટની મૂર્તિ છે. હાલ જે ત્રણ ફૂટની પ્રતિમા છે તેમાં બે લાખથી વધુ અમેરિકન ડાયમંડ લગાડવામાં આવ્યા છે એ ખૂબ જ માઇક્રો લેવલનું કામ હોય છે. જેમાં સાતથી આઠ જેટલા અમારા સાથીઓ એક મૂર્તિ પર કામ કરતા હોય છે 50,000 થી વધુની કિંમત આ પ્રતિમાઓની હોય છે હાલ ડાયમંડ થી સજાવાનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે.

ABOUT THE AUTHOR

...view details