ધનાઢ્ય ગણપતિના દર્શન કરી લઇએ સુરત : મહિધરપુરા દાળીયા શેરી ખાતે સૌથી જૂના અને સુરતના સૌથી ધનાઢ્ય ગણપતિની ભવ્ય શોભાયાત્રા નીકળી હતી. 25 કિલો સોના અને ચાંદીના આભૂષણો સાથે 1.50 લાખ અમેરિકન ડાયમન્ડથી સુશોભિત શ્રીજીની પ્રતિમાની સ્થાપના ગણેશ ચતુર્થીના દિવસે કરવામાં આવી છે.
ધનિક ગણેશજી તરીકે પ્રખ્યાત: દાળિયા શેરીના ગણેશજી ગુજરાતભરમાં જાણીતાં છે કારણ કે તેઓ ગુજરાતના સૌથી ધનિક ગણેશજી તરીકે પ્રખ્યાત છે. સુરત ડાયમંડ સિટી છે, ત્યારે પરંપરાગત ડાયમંડ ટ્રેડિંગ હબ તરીકે જાણીતા મહિધરપુરાની મધ્યમાં ગણેશજી વિરાજમાન થાય છે. દર વર્ષે પંડાલમાં લગભગ 5 લાખ મુલાકાતીઓ આવે છે. આ વખતે 6 લાખથી વધુ મુલાકાતીઓની અપેક્ષા રાખે છે.
સુરક્ષાની પણ પૂરી વ્યવસ્થા : કુલ 200 સ્વયંસેવકો પંડાલની સુરક્ષા અને સરળ કામગીરીનું સંચાલન કરશે. જેમાંથી 100 ચોવીસ કલાક હાજર રહેશે. ઝવેરાત અને હીરા જડેલી ચાંદીની મૂર્તિઓની વાસ્તવિક કિંમત જાણી શકાતી નથી. કારણ કે મોટાભાગની કિંમતી વસ્તુઓ દાનમાં આપવામાં આવી છે. પરંતુ ઝવેરાત અને કીમતી વસ્તુઓની કિંમત લાખોમાં છે.
1.50 લાખ અમેરિકન ડાયમન્ડ : વર્ષ 1972થી શહેરના મહિધરપુરા દાળિયા શેરી ખાતે વિરાજતા સૌથી જૂના અને ધનવાન ગણાતા ગણેશજીની શોભા યાત્રા જ્યારે સુરતના રોડ ઉપર નીકળી તો ભક્તો એક નજરે જોતાં જ રહી ગયા. દાળીયા શેરીના ગણેશજીને લઈ શહેરના ભકતોમાં અતૂટ શ્રદ્ધા જોવા મળે છે. શ્રીજીના દર્શન માટે માત્ર ગુજરાત જ નહીં મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ સહિત રાજસ્થાનના ભક્તો સુરત આવે છે. સોનાના ઘરેણાથી સુસજ્જ શ્રીજીના ઘરેણાંમાં 1.50 લાખ અમેરિકન ડાયમન્ડ લગાડવામાં આવ્યા છે. શ્રીજીના હાથ, પગ, કાન અને કમરબંધ ઘરેણાથી સજાવવામાં આવ્યા છે.
પાન આકારની 1,50,000 ડાયમંડની મૂર્તિ : સુરતના સૌથી ધનિક ગણેશજીની પ્રતિમાને અંદાજિત 20થી 25 કિલો સોના અને ચાંદીથી મઢેલા ડાયમંડના દાગીનાથી શણગાર કરાયો છે. જેમાં મુગટ, બાજુબંધ, હાથ તથા પગમાં કવર તેમજ કેડે કંદોરો અને નવલખા હારથી શ્રી ગણેશજીનો શણગાર કરાયો છે. સાથે 2 ફૂટ અને 4 ફૂટની ચાંદીની પ્રતિમા સાથે પાન આકારની 1,50,000 ડાયમંડની મૂર્તિ અને 7 કિલો ચાંદીના મૂષકરાજ પણ વિશેષ આકર્ષણ વધારશે.
દાળિયા શેરીમાં બિરાજમાન ગણેશજીની પ્રતિમાના ઘરેણાંમાં 1.50 અમેરિકન ડાયમંડ લગાડવામાં આવ્યા છે. જ્યારે બીજા ચાંદીના પાંદડાથી તૈયાર કરવામાં આવેલા ગણેશજીની પ્રતિમાં ઉપર 1 લાખ હીરા જડવામાં આવ્યા છે. પ્રતિમાઓની તકેદારી રહે અને સુરક્ષા જળવાઇ આ માટે સીસીટીવી લગાડવામાં આવ્યા છે. પોલીસની બે ગાડીઓ તહેનાત હોય છે. ગણેશજીની પ્રતિમા સહિત 100 સ્વયં સેવકોના ઈન્સ્યુરન્સ કરવામાં આવશે. એટલું જ નહીં, શહેરીજનો શ્રીજીના ચોવીસ કલાક દર્શન કરી શકે તે માટે મોબાઈલ એપ્લિકેશન પણ બનાવવામાં આવી છે. જે એપ્સ ચોવીસ કલાક માટે કાર્યરત રહેશે સને ભક્તો આ એપ્સ દ્વારા શ્રીજીના સીધા દર્શન કરી શકશે..ગૌરવભાઈ જરીવાલા (આયોજક)
108 પ્રતિમાનું પૂજન : તેઓએ વધુમાં કહ્યું હતું કે, મુખ્ય આકર્ષણરૂપે ચાલુ વર્ષે આખા મહોલ્લામાં શ્રી ગણેશજીની 108 પ્રતિમા સાથે 108 શ્રી ગણેશજીની ચાંદીની પ્રતિમાનું પણ પૂજન અર્ચન કરવામાં આવી રહ્યું છે. સાથે 2 ફૂટ અને 4 ફૂટની ચાંદીની પ્રતિમા સાથે પાન આકારની 1,50,000 ડાયમંડની મૂર્તિ અને 7 કિલો ચાંદીના મુષક રાજ પણ વિશેષ આકર્ષણ છે.
- Ganesh Chaturthi 2023: ન્યૂઝ પેપર અને ટીસ્યુ પેપરથી બનેલી ગણેશજીની ઇકો ફ્રેન્ડલી પ્રતિમા બની આકર્ષણનું કેન્દ્ર
- Valsad News: વલસાડમાં સનાતન ધર્મ સંસ્કૃતિને બચાવવા ધર્મ જાગરણ સમિતિ દ્વારા 300 ગણેશ પ્રતિમાનું વિતરણ
- Ganesh Chaturthi: ઉપલેટાના ઇકો ફ્રેન્ડલી ગણપતિ છે અનોખા, મૂર્તિ વિસર્જન બાદ મળશે વિદ્યાર્થીઓને અદભૂત પ્રસાદ