ગુજરાત

gujarat

ETV Bharat / state

ગોલ્ડના નામે લોભામણી જાહેરાત કરી લોકોને છેતરતો આરોપી ઝડપાયો - Froud by Gold Investment accused arrested

સુરતમાં ફિઝિકલ ગોલ્ડમાં રોકાણ કરવાથી (Froud by Gold Investment accused arrested) લાભ થશે તેવી લોભામણી જાહેરાત કરી લોકોને છેતરનાર આરોપી ઝડપાઈ ગયો છે. સુરત સાઈબર ક્રાઈમે (Surat Cyber Crime) દોઢ મહિનાથી ફરાર આરોપીને જામનગરથી ઝડપી પાડ્યો હતો.

ગોલ્ડના નામે લોભામણી જાહેરાત કરી લોકોને છેતરતો આરોપી ઝડપાયો
ગોલ્ડના નામે લોભામણી જાહેરાત કરી લોકોને છેતરતો આરોપી ઝડપાયો

By

Published : Dec 8, 2022, 10:08 AM IST

સુરતફિઝિકલ ગોલ્ડમાં ઈન્વેસ્ટમેન્ટ (Froud by Gold Investment accused arrested) કરવાથી લાભ થશે તેવી લોભામણી જાહેરાત કરી લોકો પાસેથી પૈસા પડાવતા આરોપીને પોલીસે ઝડપી પાડ્યો છે. આરોપી લોકો પાસેથી રૂપિયા લઈને પરત નહતો કરતો. એટલે તેની સામે સુરત સાઈબર ક્રાઈમમાં (Surat Cyber Crime) છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ હતી. આ ફરિયાદ દાખલ થતાં જ આરોપી દોઢ મહિના ફરાર થઈ ગયો હતો. તો પોલીસે આરોપીની જામનગર ખાતેથી પોલીસે ધરપકડ કરી હતી.

એક વ્યક્તિએ ફરિયાદ નોંધાવતા સામે આવ્યો મામલો

છેતરપિંડીની ઘટનાઓ સામે આવી રહી છે સુરત શહેરમાં અનેક છેતરપિંડીની ઘટનાઓ સામે આવે છે. તેવામાં (Surat Cyber Crime) આરોપી સુરતમાં યુ બેસ્ટ નમસ્તે નામની ટ્રેડિંગ કંપનીમાંથી લોકોને ફોન કરતો હતો. તે દરમિયાન સોફિયા તરીકેની ઓળખ આપી યુ બેસ્ટ નમસ્તે ટ્રેડિંગ કંપનીમાં ફિઝિકલ ગોલ્ડમાં રોકાણ કરવાની લોભામણી લાલચ (Froud by Gold Investment accused arrested) આપતો હતો. એટલે લોકો લાલચમાં આવી અને રૂપિયાનું રોકાણ કરતા હતા. આમાં કંપની દ્વારા IDFC FIRST BANK નામનું ખાતું ખોલાવી વેબસાઈટની લિંક મોકલી અને લોકોના એકાઉન્ટ બનાવતા હતા અને આ બનાવેલા એકાઉન્ટમાં ટ્રેડિંગ કરવાનું (Surat Crime News) કહેતા હતા.

13,77,500 પરત આપ્યા નહતાઆ મામલે સાયબર ક્રાઈમના (Surat Cyber Crime) એસીપી યુવરાજસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, એક વ્યક્તિએ 14,43,000 રૂપિયાનું રોકાણ કર્યું હતું. જોકે તેમને જણાવ્યા મુજબ, તેમને સૌપ્રથમ 65,500 રૂપિયા રિફંડ આપવામાં આવ્યા હતા અને ત્યારબાદના 13,77,500 પરત આપ્યા નહતા. તેથી ફરિયાદીએ સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં (Surat Cyber ​​Crime) ફરિયાદ નોંધાવી હતી. આ મામલે દોઢ મહિના અગાઉ દિપક ગાજીપરા, રણછોડ કણજારિયા, હિરેન સોનગરા, અને જસ્મીન વિરમગામની ધરપકડ કરી હતી. સાથે જ આ મામલે તુષાર ઘેટિયા નામનો શખ્સ ફરાર થઈ ગયો હતો. જોકે, સાયબર ક્રાઇમ પોલીસે તુષાર ઘેટિયાને જામનગર ખાતેથી શોધી કાઢી ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

ABOUT THE AUTHOR

...view details