ગુજરાત

gujarat

ETV Bharat / state

સુરતમાં સસ્તા અનાજની દુકાન પર મફત અનાજનું વિતરણ કરાયું

લોકડાઉનને પગલે રાજ્યભરમાં આજથી સવા ત્રણ કરોડ લોકોને મફત અનાજનું વિતરણ શરૂ કરવામાં આવી રહ્યું છે. જેથી બુધવારની સવારથી જ સુરતના કીમ વિસ્તારમાં સસ્તા અનાજની દુકાનો પર ભીડ લાગી ગઇ હતી.

સુરત ન્યૂઝ
સુરત ન્યૂઝ

By

Published : Apr 1, 2020, 3:56 PM IST

સુરત: વડાપ્રધાને 14 એપ્રિલ સુધી લોકડાઉનની જાહેરાત કરી છે. જેના પગલે રોજગાર ધંધા બંધ થયા છે. રોજગાર બંધ થતાં ગરીબ પરિવારોની હાલત કફોડી બની છે, ત્યારે રાજ્ય સરકારે આજથી એટલે 1લી એપ્રિલથી રાશનકાર્ડ ધારક પરિવારોને મફતમાં અનાજ કીટ વિતરણ કરવાની શરૂઆત કરી છે. તેમજ જે લોકો રોજીરોટી અર્થે ગુજરાત આવ્યા છે તેવા પરિવારને પણ 4 એપ્રિલથી મફતમાં અનાજ વિતરણ કરવાની જાહેરાત કરાઈ હતી.

આજથી અનાજ વિતરણની શરૂઆત કરવામાં આવતા જ વહેલી સવારથી સસ્તા અનાજની દુકાન બહાર લોકોની લાંબી લાઈનો લાગી ગઇ છે. લોકડાઉન કરવાનો હેતુ સોશિયલ ડિસ્ટન્સ રાખવાનો હતો અને અનાજ લેવા માટે આવેલા લોકોમાં પણ એ અંગે જાગૃતતા જોવા મળી હતી.

સસ્તા અનાજની દુકાનની બહાર ગોળ સર્કલમાં લોકો ઉભા જોવા મળ્યા હતા. BPL, APL અને અંતોદયાકાર્ડ ધરવતા પરિવારોને સરકાર માન્ય સસ્તા અનાજની દુકાનો પરથી ઘઉં, ચોખા, ખાંડ, મીઠું અને દાળનું વિતરણ કરવામાં આવ્યું હતું.

ABOUT THE AUTHOR

...view details