ગુજરાત

gujarat

ETV Bharat / state

fraud with Surat businessman: સુરત પેઢી બંધ કરી 3.92 કરોડનું ઉઠમણું કરનારા મુખ્ય સુત્રધાર ગોવાના કસીનોમાંથી ઝડપાયો - fraud with Surat businessman

સુરતના ટેક્સટાઈલ માર્કેટમાં પેઢી બંધ કરી 3.92 કરોડનું ઉઠમણું (fraud with Surat businessman)કરનારા મુખ્ય સુત્રધારને ઝડપી લેવામાં આવ્યો છે. પોલીસે આ મુખ્ય સુત્રધારને ગોવામાં આવેલા એક કસીનોમાંથી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આરોપી પંકજ જુગારમાં મોટી રકમ રમતો તેથી તેને કેસીનો દ્વારા તેની વીઆઈપી મેમ્બર શીપ આપવામાં આવી હતી.

fraud with Surat businessman: સુરત પેઢી બંધ કરી 3.92 કરોડનું ઉઠમણું કરનારા મુખ્ય સુત્રધાર ગોવાના કસીનોમાંથી ઝડપાયો
fraud with Surat businessman: સુરત પેઢી બંધ કરી 3.92 કરોડનું ઉઠમણું કરનારા મુખ્ય સુત્રધાર ગોવાના કસીનોમાંથી ઝડપાયો

By

Published : Apr 15, 2022, 7:38 PM IST

સુરત: સારોલી રાજટેક્સટાઈલ માર્કેટમાં પેઢી બંધ કરી 3.92 કરોડનું ઉઠમણું(fraud with Surat businessman) કરનારા મુખ્ય સુત્રધારને ઇકોસેલે ગોવામાં આવેલા કસીનોમાંથી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સીટી લાઈટમાં રહેતા કૌશલ બ્રીજ મોહન રાઠી અને તેની સાથેના બીજા છ કારખાનેદારોએ ગત( Surat Eco Cell Police )આઠમી ફ્રેબુઆરીએ ક્રાઈમ બ્રાંચમાં ગુનો નોંધાવ્યો હતો. નવેમ્બર 2020માં સચિન GIDCમાં(Surat Sachin GIDC) ઘ્રીતાચી ફેબના સંચાલક અને તેમની માટે દલાલી કરતા સચિન અરવિંદ ચેવલીએ પર્વત પાટિયા રાજ ટેક્સટાઈલમાં ગ્લોબલ સિલ્ક મિલ્સના નામે ધંધો કરતા પંકજ રમેશચંદ્ર સચદેવા સાથે કરાવી હતી. કૌશલે તેને નવ મહિનાના સમયગાળા દરમિયાન 1.33 કરોડનું કાપડ વેચ્યું હતું. તેમજ તે માલ આરોપીએ લુધિયાણા તથા ઉતર પ્રદેશમાં વેચી સરકારમાંથી રીબેટ પણ મેળવી લીધું હતું.

કરોડનું ઉઠમણું કરનાર ઝડપાયો

આ પણ વાંચોઃSurat Diamond Market: રફ ડાયમંડમાં ગેમ્બલિંગના કારણે ભાવમાં ઉછાળો થયો

6 વેપારીઓ પાસેથી 3.92 લાખની ઉપરનો માલ લઇ ફરાર -સુરતનું ઘર પણ તેણે વેચી દીધું હોય( Surat Textile Market )મામલો ગંભીર બન્યો હતો. કૌશલની જેમ વિસ્કોસ અને નાયલોન કાપડ સાથે સંકળાયેલા બીજા 6 વેપારીઓ પાસેથી 3.92 લાખની ઉપરનો માલ લઇ ફરાર થઇ ગયો હતો. તે દીલ્હીમાં છુપાયો હોવાની માહિતી મળતા એક ટીમ દિલ્હી પણ ગયી હતી પણ તે હાથ લાગ્યો ના હતો. ત્યારે આખરે ઇકો સેલની ટીમે આરોપીને ગોવા ખાતે આવેલા એક કસીનોમાંથી ઝડપી પાડ્યો હતો.

ખર્ચ કસીનો દ્વારા ચુકવવામાં આવતો -આરોપી પંકજ જુગારમાં મોટી રકમ રમતો હોય કેસીનો દ્વારા તેની વીઆઈપી મેમ્બર શીપ આપવામાં આવી હતી. દિલ્હીથી તેના ઘરેથી નીકળીને ગોવા સુધી આવવા જવા માટેનો ખર્ચ પણ કસીનો દ્વારા ચુકવવામાં આવતો હતો. તે ફ્લાઈટમાં ગોવા જતો હતો અને ત્યાં તે જુગાર રમતો હતો.
આ પણ વાંચોઃSurat Textile Market: શ્રીલંકામાં સર્જાયેલી કટોકટીની અસર સુરત ટેક્સટાઇલ માર્કેટ પર થઈ, વેપારીઓના પેમેન્ટ અટવાયા

ABOUT THE AUTHOR

...view details