ગુજરાત

gujarat

ETV Bharat / state

Fraud case Surat: કાપડના વેપારીઓ સાથે કરોડો રૂપિયાની છેતરપિંડી કરનાર કાકા ભત્રીજાની ધરપકડ - defrauded textile traders

કાપડના વેપારીઓ સાથે કરોડો રૂપિયાની છેતરપિંડી કરનાર ભેજબાઝ કાકા ભત્રીજાની ધરપકડ કરવામાં આવી છે. પાંડેસરા પોલીસ મથકમાં ચીટીંગના ગુનામાં વોન્ટેડ પણ હતા.આખરે પોલીસને માહિતી મળી હતી કે બંને પાંડેસરા વિસ્તારમાં છે. બાતમીના આધારે પોલીસે તેમની ધરપકડ કરી લીધી હતી.

કાપડના વેપારીઓ સાથે કરોડો રૂપિયાની છેતરપિંડી કરનાર કાકા ભત્રીજાની ધરપકડ
કાપડના વેપારીઓ સાથે કરોડો રૂપિયાની છેતરપિંડી કરનાર કાકા ભત્રીજાની ધરપકડ

By

Published : Mar 4, 2023, 2:23 PM IST

કાપડના વેપારીઓ સાથે કરોડો રૂપિયાની છેતરપિંડી કરનાર કાકા ભત્રીજાની ધરપકડ

સુરત:પોલીસે એક એવા કાકા ભત્રીજાની ધરપકડ કરી છે. જેઓ કરોડો રૂપિયાની કિંમત નું ગ્રે-કાપડ ખરીદી સગેવગે કરી દેતા હતા. પાંડેસરા પોલીસે કાકા ભત્રીજાની ધરપકડ શહેરના આશાપુરી બ્રિજ પાસેથી કરી છે. આ કાકા ભત્રીજા ની ધરપકડ અગાઉ પણ ચીટીંગ કેસમાં થઈ ચૂકી છે. તેઓ ચોક બજાર તેમજ પાંડેસરા પોલીસ મથકમાં ચીટીંગના ગુનામાં વોન્ટેડ પણ હતા.

સુરત પાંડેસરા પોલીસ:કાપડના વેપારીઓને કરોડો રૂપિયાનો ચૂનો લગાવનાર કાકા ભત્રીજાની ધરપકડ સુરત પાંડેસરા પોલીસે કરી છે. પેલા ઘણા સમયથી આ લોકો વેપારીઓ સાથે છેતરપિંડી કરી ફરાર હતા. આખરે તેઓ પોલીસના સકંજામાં છે. કાકા કિશન સોની અને તેના ભત્રીજા શાંતિલાલ સોની અગાઉ બોમ્બે માર્કેટમાં એક દુકાન ભાડેથી લઈ અન્ય વેપારીઓનો વિશ્વાસ જીતવા માટે ગ્રે કાપડની ખરીદી કરતા હતા.વાયદા પ્રમાણે તેમને પેમેન્ટ પણ આપી દેતા હતા. તેઓએ પેમેન્ટ સમયસર કરી અન્ય વેપારીઓનો વિશ્વાસ જીતી પણ લીધો હતો.

આ પણ વાંચો Surat Crime: એક એવો ડોક્ટર જેને સારવારમાં નહીં પણ લોકોને છેતરવામાં રસ હતો, પોલીસે કરી ધરપકડ

પોલીસ મથકમાં ફરિયાદ:બંને આરોપી ઉપર શહેરના અલગ અલગ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ ચૂકી છે આ લોકો વેપારીઓનો વિશ્વાસ કેળવીને તેમની સાથે ચીટીંગ કરતા હતા. ગ્રે કાપડની ખરીદી કરી અગાઉ સમયસર પેમેન્ટ આપી દેતા હતા અને ત્યારબાદ વિશ્વાસ થઈ ગયા પછી તેઓએ કરોડો રૂપિયાના ગ્રે કાપડ ખરીદીને દુકાન બંધ કરી નાસી ગયા હતા આ લોકો પેમેન્ટ પણ કર્યા ન હતા. પાંડેસરા સિવાય ચોક બજારમાં પણ આ લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ ચૂકી છે-- એસીપી ઝે.આર દેસાઈ

આ પણ વાંચો Surat Infant: સુરતમાં ફરી 1 દિવસનું ભ્રુણ મળી આવ્યું, પોલીસે તપાસ કરી શરૂ

હાથે લાગ્યા નહોતા:વેપારીઓનો વિશ્વાસ જીતી હવે તેઓએ ચીટીંગના પ્લાનને અંજામ આવવાની શરૂઆત કરી દીધી હતી. તેઓએ અનેક વેપારીઓ પાસેથી ગ્રે કાપડ ખરીદી ચીટીંગ કરી ભાડાની દુકાન બંધ કરી નાસી ગયા હતા. તેઓએ વેપારીઓ પાસેથી કરોડો રૂપિયાના ગ્રે કાપડની ખરીદી કરી હતી. જ્યારે અન્ય વેપારીઓ તેમને સંપર્ક કરતા હતા ત્યારે તેઓનું ફોન બંધ આવતો હતો.

પોલીસે તેમની ધરપકડ કરી:વેપારીઓ જ્યારે તેમના દુકાન પર જતા હતા તો દુકાન પણ બંધ જોતા હતા. આખરે તમામ વેપારીઓને અંદાજો આવી ગયો કે તેમની સાથે છેતરપિંડી થઈ છે. અલગ અલગ વેપારીઓએ પોલીસ ફરિયાદ પણ કરી હતી. ફરિયાદના આધારે પોલીસે તપાસ શરૂ કરી પરંતુ કાકા ભત્રીજા પોલીસના હાથે લાગ્યા નહોતા. આખરે પોલીસને માહિતી મળી હતી કે બંને પાંડેસરા વિસ્તારમાં છે. બાતમીના આધારે પોલીસે તેમની ધરપકડ કરી લીધી હતી.

ABOUT THE AUTHOR

...view details