- સુરતમાં શ્રમજીવી પરિવારની બાળકી રમતા રમતા ગુમ
- શહેરમાં ચાર વર્ષીય બાળકી પર દુષ્કર્મની ઘટના
- બાળકી ઈજાગ્રસ્ત હાલતમાં ઝાડી ઝાંખરા માંથી મળી
સુરત : શહેરમાં ચાર વર્ષીય બાળકી પર દુષ્કર્મની ઘટના સામે આવી છે. આ બાળકી રમતા રમતા ગુમ થઈ હતી. અને તેને શોધવા પોલીસની ટીમો કામે લાગી હતી. આ દરમ્યાન બાળકી ઝાડી ઝાખરામાંથી ઈજાગ્રસ્ત હાલતમાં મળી આવી હતી. બાળકીના ગળા અને પ્રાઈવેટ પાર્ટ પર ઈજાના નિશાન મળી આવતા તેણીની પર દુષ્કર્મ થયું હોવાનું બહાર આવ્યું છે. તો બીજી તરફ એક ઇસમ બાળકીને લઇ જતો સીસીટીવીમાં કેદ થયો હતો.
શ્રમજીવી પરિવારની એક 4 વર્ષીય બાળકી રમતા રમતા ગુમ
સુરતના સચિન જી.આઈ.ડી.સી. વિસ્તારમાં શ્રમજીવી પરિવારની એક 4 વર્ષીય બાળકી રમતા રમતા ગુમ થઈ ગયી હતી. આ બનાવની જાણ થતા તેણીના માતા-પિતાએ શોધખોળ હાથ ધરી હતી. આ દરમ્યાન બાળકીની કોઈ ભાળ મળી ન હતી. જેથી બાળકીના પરિવારજનોએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. આ બનાવની ગંભીરતા જોઈને પોલીસે અલગ અલગ 10 જેટલી ટીમો બનાવી બાળકીની શોધખોળ હાથ ધરી હતી. આ દરમ્યાન બાળકોની પૂછપરછમાં એક અંકલ બાળકીને લઇ ગયો હોવાનું બાળકે જણાવ્યું હતું. જેથી પોલીસે અલગ અલગ સીસીટીવી ફૂટેજ તપાસવાની શરુઆત કરી હતી. આ દરમ્યાન એક ઇસમ બાળકીને લઈને જતો સીસીટીવી ફૂટેજમાં દેખાયો હતો.