ચકચારી પાટીદાર આગેવાન આપઘાત પ્રકરણ : PI સહિત ચાર પોલીસકર્મીઓ સસ્પેન્ડ - સુરત પોલીસ કમિશનર અજય તોમર
ચકચારી પાટીદાર આગેવાન અને સ્ટોન ક્વોરી માલિક દુર્લભ પટેલ આપઘાત પ્રકરણમાં આખરે સુરત પોલીસ કમિશનરે આરોપી અડાજણ પીઆઈ સહિત ચાર પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કર્યા છે. પ્રાથમિક તપાસ દરમિયાન આ બહાર આવેલા તથ્યો અનુસંધાને આચાર્ય પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરાયા છે.
![ચકચારી પાટીદાર આગેવાન આપઘાત પ્રકરણ : PI સહિત ચાર પોલીસકર્મીઓ સસ્પેન્ડ SURAT](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8794574-1089-8794574-1600070439452.jpg)
ચકચારી પાટીદાર આગેવાન આપઘાત પ્રકરણ : PI સહિત ચાર પોલીસકર્મો સસ્પેન્ડ
સુરત: શહેરના અડાજણની 24 કરોડના જમીન વિવાદમાં પાટીદાર અગ્રણી દુર્લભ પટેલે આત્મહત્યા કરી હતી. દુર્લભ પટેલે ક્વોરીની ખીણમાં કૂદીને આત્મહત્યા કરી લીધી હતી. આ મામલે માંડવી પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી હતી. જેમાં દુર્લભ પટેલની સુસાઇડ નોટ પ્રમાણે રાંદેરના પોલીસ ઇન્સ્પેક્ટર લક્ષ્મણસિંહ બોડાણા સહિત અન્ય પોલીસકર્મીઓ અને અન્ય માથાભારે લોકોએ તેમને કરોડો રૂપિયાની જમીન લખી આપવા માટે ખૂબ ત્રાસ આપ્યો હોવાનું જાણવા મળ્યું હતું.
ચકચારી પાટીદાર આગેવાન આપઘાત પ્રકરણ : PI સહિત ચાર પોલીસકર્મો સસ્પેન્ડ