સુરતઃદીક્ષા નગરી સુરતમાં બુધવારે ચેન્નઈની કંપની સેક્રેટરી જેવા ઉચ્ચ પદ પર નોકરી કરનારી 24 વર્ષીય મુમુક્ષુ ઈશિકાકુમારી દીક્ષા ગ્રહણ કરી હતી. તેઓેએ મહાવિદેહ ધામમાં સંસારની મોહમાયાનો ત્યાગ કર્યો હતો. માત્ર ઈશિકાકુમારી જ નહીં, પરંતુ તેમની સાથે અન્ય ત્રણ યુવાઓેએ દીક્ષા ગ્રહણ કરી હતી.
આ પણ વાંચોઃVarshi Daan: ભુજમાં મહેતા પરિવારના સભ્યોએ વૈભવી જીવનનો ત્યાગ કરી લીધી દીક્ષા, સંપત્તિનું કર્યું વર્ષીદાન
મહાવિદેહ ધામમાં ગ્રહણ કરી દીક્ષાઃ ટેક્સટાઈલ નગરી હીરાનગરી તરીકે પોતાની ઓળખ આખા વિશ્વમાં પ્રસ્થાપિત કરનારું સુરત શહેર હવે દીક્ષા નગરી તરીકે ઓળખાઈ રહ્યું છે. સમગ્ર દેશભરમાંથી મુમુક્ષુઓ દીક્ષા નગરી સુરતમાં આવીને સંયમનો માર્ગ અપનાવતા હોય છે. ત્યારે 22 ફેબ્રુઆરીએ દીક્ષા મહોત્સવમાં 3 સુરતના મુમક્ષુની સાથે 1 મુમુક્ષુએ પ.પૂ. આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજય રશ્મિરત્નસૂરિશ્વરજી મહારાજાના હસ્તે વેસુના મહાવિદેહ ધામમાં દીક્ષા ગ્રહણ કરી હતી.
ભવ્યવર્ષીદાન વરઘોડો યોજાયો:સુરતના મુમુક્ષુ ઝિલકુમારી, મુમુક્ષુ અતીતકુમાર અને મુમુક્ષુ વૈભવકુમારની સાથે ચેન્નઈના કંપની સેક્રેટરી જેવા ઉચ્ચ પદાધિકારી મુમુક્ષુ ઈશિકાકુમારીએ મહાવિદેહ ધામમાં સંસારની મોહમાયાનો ત્યાગ કર્યો હતો. દીક્ષા દાનેશ્વરી પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રીગુણ રત્નસૂરિશ્વરજી મહારાજાના શિષ્ય શ્રમણી ગણનાયક, આજીવન ગુરૂગુણ ઉપાસક પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજય રશ્મિરત્નસૂરિશ્વરજી મહારાજા પાસેથી તમામ મુમુક્ષુઓએ દીક્ષા લીધી હતી. સવારે 7 વાગ્યે મુમુક્ષુ રત્નોના મંડપ પ્રવેશ બાદ દીક્ષા પ્રદાન વિધિ પ્રારંભ થયો હતો. ઉલ્લેખનીય છે કે આ 4 મુમુક્ષુઓનો ભવ્યવર્ષીદાન વરઘોડો 21 ફેબ્રુઆરીએ નીકળ્યો હતો, જેમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત પણ રહ્યા હતા.
આ પણ વાંચોઃSurat Jain Diksha: ડાયમંડ નગરીમાં કરોડપતિ પિતાનો વૈભવ છોડી દીકરાએ દીક્ષા લીધી
અન્ય ત્રણ મુમુક્ષુ સુરતનાઃમુમુક્ષુ ઈશિકાકુમારી સાથે 24 વર્ષીય મુમુક્ષુ અતીત, 24 વર્ષીય મુમુક્ષુ વૈભવ અને 15 વર્ષીય મુમુક્ષુ ઝિલે સંયમના માર્ગે પ્રસ્થાન કર્યું હતું. ઈશિકા સિવાય આ ત્રણેય યુવાનો સુરતના રહેવાસી છે. જેમણે સમગ્ર સંસારિક મોહ ત્યજીને સંયમના માર્ગે પ્રસ્થાન કરવાનું નિર્ણય લીધો છે. ઉલ્લેખનીય છે કે, અગાઉ પણ સુરત શહેર અને એક દીક્ષાઓ માટે વિશ્વભરમાં પોતાની આગવી ઓળખ ઊભી કરી છે. શહેરમાં કરોડો રૂપિયાની સંપત્તિ છોડી આખા પરિવાર સહિત અથવા તો નાની ઉંમરમાં કિશોર અને બાળકોએ દીક્ષા લીધી છે અને લોકોને સંયમના માર્ગે ચાલવાનો એક સંદેશ આપ્યો છે. દીક્ષા નગરી સુરત ઐતિહાસિક નગરી બનવા જઈ રહી છે જ્યાં લોકો સંયમના માર્ગે ચાલવાનું પસંદ કરે છે