- સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં પૂર્વ મેયરને રિપીટ ન કરવાનો નિર્ણય
- ભારતીય જનતા પાર્ટી દ્વારા ઉમેદવારોની જાહેરાત
- પાર્લામેન્ટરી બેઠકમાં લેવાયેલો નિર્ણય
સુરત: સુરત મહાનગરપાલિકા ચૂંટણી માટે ઉમેદવારોની જાહેરાત ભારતીય જનતા પાર્ટી દ્વારા થઈ શકે છે, ત્યારે સ્પષ્ટ કરી દેવામાં આવ્યું છે કે,6 મહાનગરપાલિકામાં કોઇપણ પૂર્વ મેયરને રિપીટ કરવામાં નહીં આવે. ત્યારે પાર્લામેન્ટરી બેઠકમાં લેવાયેલા આ નિર્ણયને સુરતના પૂર્વ મેયર ડોક્ટર જગદીશ પટેલે આવકાર્યા હતા.
નિર્ણય ખૂબ જ સરાહનીય
પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલે સ્પષ્ટ કરી દીધું હતું કે, 6 મહાનગરપાલિકામાં એક પણ મેયરને રિપીટ કરવામાં નહીં આવે. ચૂંટણીમાં આ વખતે તમામ મહાનગરપાલિકાના એક પણ મેયરને ટિકિટ આપવામાં આવી નથી. પાર્લામેન્ટરી બેઠકમાં લેવાયેલા નિર્ણય બાદ સુરતના પૂર્વ મેયર ડો. જગદીશ પટેલે જણાવ્યું હતું કે, પાર્ટી દ્વારા લેવાયેલો આ નિર્ણય ખુબ જ સરાહનીય છે. હવે નવા લોકોને તક મળવી જોઈએ અને 6 મહાનગરપાલિકાના તમામ પૂર્વ મેયર દ્વારા ટિકિટ માગવામાં પણ આવી નથી. પક્ષ દ્વારા લેવાયેલો આ નિર્ણય આવકારદાયક છે.