ગુજરાત

gujarat

ETV Bharat / state

Surat crime news: પૂર્વ પ્રેમીએ મહુવાની ગાયિકાના બીભત્સ વીડિયો બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યા - બીભત્સ વીડિયો બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ

સુરત જિલ્લાના મહુવા તાલુકાના એક ગામની 23 વર્ષીય ગાયક કલાકાર યુવતી સાથે તેના પરિણીત પ્રેમીએ ઉમરપાડા તાલુકાના એક રૂમમાં લઇ જઇ દુષ્કર્મ કરી બીભત્સ વીડિયો અને ફોટો મોબાઈલમાં લઇ લીધા હતા. આ વીડિયો અને ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ કરી દેતા યુવતીએ યુવક વિરુદ્ધ મહુવા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

former lover made a nasty video of singer of mahuva surat
former lover made a nasty video of singer of mahuva surat

By

Published : Jan 23, 2023, 3:26 PM IST

બારડોલી: સુરત જિલ્લાના મહુવા તાલુકાની એક ગાયિકાને તેની સાથે જ બેન્ડ પાર્ટીમાં કામ કરતાં પરિણીત યુવક સાથે પ્રેમ સંબંધ બંધાયા બાદ યુવકે તેની મરજી વિરુદ્ધ શારીરિક સંબંધ બાંધી અશ્લીલ ફોટો અને વિડીયો ઉતારી લઈ સોશિયલ મીડિયામાં વાયરલ કરી દીધા હતા. આ અંગે યુવતીએ મહુવા પોલીસ મથકમાં ફરિયાદ કરતાં પોલીસે યુવક સામે દુષ્કર્મ અને આઇટી એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

સાથી કલાકાર સાથે પ્રેમ સંબંધ હતો:સુરત જિલ્લાના મહુવા તાલુકાના એક ગામમાં રહેતી 23 વર્ષીય યુવતી ગાયક કલાકાર તરીકે ઉમરપાડાની એક બેન્ડ પાર્ટીમાં કામ કરતી હતી. તે દરમ્યાન તેની સાથે કામ કરતાં નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના પાતલા મહુ ગામના વિપુલ ભરતભાઈ વસાવા નામના પરિણીત યુવક સાથે પ્રેમ સંબંધ બંધાયો હતો.

આ પણ વાંચોRajkot Crime : શહેરમાં દિલ્હી જેવી ઘટના થતા અટકી, નર્સને ઢસડીને દુષ્કર્મનો પ્રયાસ

2019માં ઉમરપાડાના ચોખવાડા ગામે દુષ્કર્મ કરી અશ્લીલ વીડિયો ઉતાર્યો:વર્ષ 2019માં યુવતી ઉમરપાડા ખાતે એક પ્રોગ્રામ કરવા ગઇ હતી ત્યારે વિપુલ તેણીને ઉમરપાડા તાલુકાનાં ચોખવાડા ગામે આવેલ એક રૂમમાં લઈ ગયો હતો અને ત્યાં તેની મરજી વિરુદ્ધ શારીરિક સંબંધ બાંધ્યો હતો. તે સમયે યુવતીની જાણ બહાર તેણીના અશ્લીલ ફોટો અને વીડિયો મોબાઇલ ફોનમાં રેકોર્ડ કરી દીધા હતા. આ વીડિયો અને ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ કરી દેતા યુવતીએ યુવક વિરુદ્ધ મહુવા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

આ પણ વાંચોMadhya Pradesh Crime: પતિએ પત્ની અને 2 બાળકોની હત્યા કરીને આંગણામાં દાટી દીધા, 2 મહિના પછી થયો ખુલાસો

યુવતીને બદનામ કરવા વીડિયો વાયરલ કર્યા:ત્યારબાદ વિપુલે યુવતીને બદનામ કરવા માટે આ બીભત્સ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કરતાં ચકચાર મચી ગઈ હતી. બીભત્સ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કરીને સમાજમાં યુવતી અને તેના પરિવારની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડી બદનામી કરી હોય યુવતીએ મહુવા પોલીસ મથકમાં વિપુલ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે દુષ્કર્મ અને આઇટી એક્ટ હેઠળ ગુનો નોંધી વિપુલની અટક કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ABOUT THE AUTHOR

...view details