સુરત કિરણ બેદીએ યુનિફોર્મ સિવિલ કોડ સાથે PM મોદી વિશે કરી વાત સુરત : દેશભરમાં યુનિફોર્મ સિવિલ કોડને લઈ ચર્ચાએ જોર પકડ્યું છે, ત્યારે સુરતના મહાવીર કોલેજ ખાતે શાળા અને કોલેજના વિદ્યાર્થીઓને મોટીવેટ કરવા માટે આવેલી પૂર્વ IPS અધિકારી અને પોંડીચેરીના પૂર્વ રાજ્યપાલ કિરણ બેદીએ યુનિફોર્મ સિવિલ કોડની ભલામણ કરી હતી. તેઓએ જણાવ્યું હતું કે, એક દેશમાં એક કાનૂન હોવું જરૂરી છે. હાલ તે અંગે ચર્ચા ચાલી રહી છે. જેથી તે પહેલા તે અંગે કશું કહેવું એ જરૂરી નથી.
યુવાનોને મોટીવેટ કરવા માટે :સુરતના યુવાનોને મોટીવેટ કરવા માટે દેશની પ્રથમ મહિલા IPS અધિકારી અને પાંડુચેરીના પૂર્વ રાજ્યપાલ કિરણ બેદી મહાવીર યુનિવર્સિટીમાં હાજરી આપી હતી. તેઓએ બાળકોને શારીરિક, માનસિક અને આધ્યાત્મિક રીતે સ્વસ્થ રહેવા અંગેની ટીપ પણ આપી હતી. તેઓએ મીડિયા સાથે અનેક મુદ્દાઓ પર ચર્ચા પણ હાથ ધરી હતી. ખાસ કરીને યુનિફોર્મ સિવિલ કોડને લઈ તેઓએ પ્રતિક્રિયા આપી હતી,
UCCને લઈને ડિબેટ ચાલી રહી છે, અત્યારે હાલમાં તબક્કે કશું કહેવું એ વહેલું થઈ જશે. પાર્લામેન્ટ્રી કમિટી બેસી રહી છે. દરેક રાજ્ય પોત પોતાનું વિચાર રજૂ કરશે. જોકે કે મારું માનવું છે કે, એક દેશ માટે એક કાયદો તો હોવું જરૂરી છે. એ દેશ માટે સારું હશે. - કિરણ બેદી
ઇલેક્ટેટ પોલિટિક્સમાં મારી રુચિ નથી :હું પોલિટિક્સમાં છું જ નહીં. ઇલેક્ટેટ પોલિટિક્સમાં મારી રુચિ નથી. મારી રુચિ પ્રશાસનમાં છે. આપ તેને પોલિટિકલ એડમિનિસ્ટ્રેશન કહી શકો છો. એડમિનિસ્ટ્રેશનમાં છું, પરંતુ ઇલેક્ટેટ પોલિટિક્સમાં નથી. મારી ઈચ્છા છે કે દેશને નવી યુવા લીડર શીપ મળે. નૈતિકતા અને પ્રમાણિકતા સાથે લીડરશીપ મળે.
PM મોદીની કરી પ્રશંસા :વર્ષ 2024 લોકસભા ચૂંટણીને લઇ તેઓએ જણાવ્યું હતું કે, અમારા દેશનું જે ભાગ્ય હશે તે પરિણામ આવશે. દેશનું ભાગ્ય નક્કી કરશે કે કોણ જીતશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જે રીતની હું લીડરશીપ જોઈ છે. ખૂબ જ મહેનત કરે છે. તેઓ દેશની ભક્તિ કરે છે. કોઈ પોલિટિકલ સ્ટેટમેન્ટ નથી આપી રહી. 40 વર્ષ સુધી પ્રશાસનની કાર્ય સાથે જોડાયેલી રહી છું પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અવિરત કાર્ય કરી રહ્યા છે તે ખૂબ જ. તેની સમાનતા કોઈ કરી શકે નથી.
- Uniform Civil Code: યુનિફોર્મ સિવિલ કોડના લાગુ કરવા વિરોધમાં આવેદનપત્ર
- UCC Issue: AAPનું મોદી સરકારને સમર્થન, કહ્યું- દેશમાં યુનિફોર્મ સિવિલ કોડ લાગુ થવો જોઈએ
- સમાન નાગરિક સંહિતાનો કાયદો ઘડવો જોઈએ: ભાજપના સાંસદ હરનાથ સિંહ