સુરત: ભાજપના પૂર્વ મહિલા કોર્પોરેટર ઉર્મિલાબેન રાણાનું કોરોનાને કારણે નિધન થયું છે. તેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. છેલ્લા દસ દિવસથી ખાનગી હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યાં હતાં. ઉર્મિલાબેન રાણાનું કોરોનાની સારવાર દરમિયાન નિધન થયું છે. કોવિડ-19ની ગાઈડ લાઈન પ્રમાણે પ્રોટોકોલ મુજબ અંતિમવિધિ કરવામાં આવી હતી.
સુરતમાં ભાજપના પૂર્વ મહિલા કોર્પોરેટરનું કોરોનાથી થયું મોત
સમગ્ર દુનિયા સહિત રાજ્યમાં પણ કોરોનાનો કહેર યથાવત છે, ત્યારે સુરતમાં કોરોનાના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. સુરતમાં ભાજપના પૂર્વ મહિલા કોર્પોરેટર ઉર્મિલાબેન રાણાનું કોરોના વાઇરસને કારણે નિધન થયું છે.
ગુજરાતમાં કોરોનાનો કેર યથાવત છે. હાલ સૌથી વધુ કોરોના પોઝિટિવ કેસો સુરતમાં છે, ત્યારે મંગળવારે વહેલી સવારે સુરતના ભાજપના પૂર્વ મહિલા કોર્પોરેટર ઉર્મિલા રાણાનું કોરોનાથી મોત થયું છે. છેલ્લા લાંબા સમયથી ઉર્મિલા રાણા કોરોનાની સારવાર પ્રાઇવેટ હોસ્પિટલ લઈ રહ્યાં હતાં.
કોરોના પોઝિટિવ આવતા પરિવારને ક્વોરેન્ટાઇન કરાયો હતો. તેઓ નવાપુરા વોર્ડથી કોર્પોરેટર રહી ચૂક્યા છે. તેમનું નિધન થતાં ભાજપ પરિવારે શ્રદ્ધાંજલિ પાઠવી હતી. સવારના પાંચ કલાકના સમય દરમિયાન હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. તંત્ર દ્વારા કોવિડ-19ની ગાઈડ અને પ્રોટોકોલ મુજબ અંતિમ વિધિ કરવામાં આવી હતી.