ગુજરાત

gujarat

ETV Bharat / state

ધરતીકંપના આંચકા 1000 વર્ષ સુધી રામ મંદિરને હલાવી શકશે નહીં, મંદિરના ફાઉન્ડેશન માટે ખાસ કમિટીની રચના - news in Ram Mandir

1000 વર્ષ સુધી ભવ્ય રામ મંદિર સુરક્ષિત રહે તે માટે મંદિરના ફાઉન્ડેશન માટે ખાસ કમિટીની રચના કરાઈ છે. આ આઠ સભ્યોની ટીમ રામ મંદિર ફાઉન્ડેશન ડિઝાઇન સમિતિ ભૌગોલિક સ્થિતિ અંગે માર્ગદર્શન પૂરું પાડશે. સુરત સરદાર વલ્લભભાઈ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજીના ડિરેક્ટર શૈલેષ ગાંધી પણ સામેલ છે. મંદિરના ફાઉન્ડેશન માટે કેટલી બારીકાઈથી અધ્યયન કરવામાં આવી રહ્યું છે, તેની જાણકારી શૈલેષ ગાંધીએ આપી હતી.

ધરતીકંપના આંચકા 1000 વર્ષ સુધી રામ મંદિરને હલાવી શકશે નહીં, મંદિરના ફાઉન્ડેશન માટે ખાસ કમિટીની રચના
ધરતીકંપના આંચકા 1000 વર્ષ સુધી રામ મંદિરને હલાવી શકશે નહીં, મંદિરના ફાઉન્ડેશન માટે ખાસ કમિટીની રચના

By

Published : Dec 19, 2020, 4:31 PM IST

  • રામ મંદિરના ફાઉન્ડેશન માટે ખાસ કમિટીની રચના
  • ફાઇનલ ડિઝાઇન તૈયાર કર્યા પછી ટ્રસ્ટને આપવામાં આવશે
  • ધરતીકંપની અસર ના થાય તેની ખાસ કાળજી લેવામાં આવશે

સુરત : 1000 વર્ષ સુધી ભવ્ય રામ મંદિર સુરક્ષિત રહે તે માટે મંદિરના ફાઉન્ડેશન માટે ખાસ કમિટીની રચના કરાઈ છે. આ આઠ સભ્યોની ટીમ રામ મંદિર ફાઉન્ડેશન ડિઝાઇન સમિતિ ભૌગોલિક સ્થિતિ અંગે માર્ગદર્શન પૂરું પાડશે. સુરત સરદાર વલ્લભભાઈ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજીના ડિરેક્ટર શૈલેષ ગાંધી પણ સામેલ છે. મંદિરના ફાઉન્ડેશન માટે કેટલી બારીકાઈથી અધ્યયન કરવામાં આવી રહ્યું છે, તેની જાણકારી શૈલેષ ગાંધીએ આપી હતી. તેઓએ જણાવ્યું હતું કે, 1000 વર્ષ સુધી મંદિર સુરક્ષિત રહે તે માટે મંદિરને સંપૂર્ણ રીતે ધરતીકંપ ફ્રુફ અને વગર સ્ટીલના વપરાશ કરી તૈયાર કરવામાં આવશે.

ધરતીકંપના આંચકા 1000 વર્ષ સુધી રામ મંદિરને હલાવી શકશે નહીં, મંદિરના ફાઉન્ડેશન માટે ખાસ કમિટીની રચના

મંદિરની ડિઝાઇન એવી રીતે તૈયાર કરવામાં આવશે કે, ભવ્ય મંદિર 1000 વર્ષ સુધી સુરક્ષિત રહે
આ ટીમમાં સામેલ મૂળ ભાવનગરના અને હાલ SVNITના ડિરેક્ટર શૈલેષ ગાંધી સિવિલ એન્જિનિયરિંગમાં મહારત હાંસલ કરી છે. એસ.આર.ગાંધીએ જણાવ્યું હતું કે, મને ખૂબ જ આનંદ છે કે, રામ જન્મભૂમિ માટે જે ફાઉન્ડેશન માટે ટેકનિકલ ટીમ બનાવવામાં આવી છે. તેમાં મને સભ્ય બનાવવામાં આવ્યો છું, મારી સાથે અન્ય 7 સભ્યો પણ છે. જે સોઈલ ટેસ્ટીંગ અને મજબૂત ફાઉન્ડેશન ડિઝાઇન માટે કાર્ય કરશે. મંદિરની ડિઝાઇન એવી રીતે તૈયાર કરવામાં આવશે કે, ભવ્ય મંદિર 1000 વર્ષ સુધી સુરક્ષિત રહે.


આશરે બે સપ્તાહ બાદ આ રિપોર્ટ ટ્રસ્ટને સોંપવામાં આવશે


તેઓએ કહ્યું હતું કે, મંદિરના મજબુત પાયા માટે બે વસ્તુઓ ખૂબ જ અગત્યની રહેશે. જે ભાર આવશે તે સોઈલ લેપ પર થવી જોઈએ અને બીજું જે સેટલમેન્ટ રહેશે તે જે લિમિટ આપવામાં આવી છે, તેની અંદર રહેવું જોઈએ. જો સેટલમેન્ટ વધારે રહેશે તો સ્ટ્રક્ચરમાં ડિસ્ટ્રેક ઉભી થઇ શકે છે. આ બંને બાબતોને ધ્યાનમાં રાખી શું યોજના બનાવી જોઈએ, તે અંગે કાર્ય ચાલી રહ્યું છે. જે હાલ સોઇલ છે, તેમાં શું ખામી છે અને આ ખામી જો હોય તો કેવી રીતે દૂર કરી શકાય. આ સાથે કયો ફાઉન્ડેશન વધુ મજબૂત રહેશે. આ બધી બાબતે ચર્ચા ચાલી રહી છે. જેની ફાઇનલ ડિઝાઇન તૈયાર કર્યા પછી ટ્રસ્ટને આપવામાં આવશે. આશરે બે સપ્તાહ બાદ આ રિપોર્ટ ટ્રસ્ટને સોંપવામાં આવશે. ત્યાર પછી આ રિપોર્ટ અંગે ચર્ચા થશે અને ડિઝાઇન તૈયાર કરવામાં આવશે.


1000 વર્ષ સુધી સુરક્ષિત રાખવાનું હોય તો તેમાં સ્ટીલનો વપરાશ કરી શકાય નહીં


ગાંધીએ જણાવ્યું હતું કે, સામાન્ય ઇમારતોમાં આરસીસીનો વપરાશ કરવામાં આવતો હોય છે. આરસીસીની અંદર સળીયા પણ હોય છે. પરંતુ સ્ટીલના કારણે થોડા વર્ષો બાદ ઇમારત જર્જરિત થવાની સમસ્યા પણ ઊભી થઈ શકે છે. જેથી જો કોઈ ફાઉન્ડેશન 1000 વર્ષ સુધી સુરક્ષિત રાખવાનું હોય તો તેમાં સ્ટીલનો વપરાશ કરી શકાય નહીં. પ્રાચીન મંદિરો અને ઇમારતોમાં આરસીસી અથવા તો સ્ટીલનો વપરાશ કરવામાં આવતો ન હતો. અત્યારે ચર્ચા ચાલી રહી છે કે, સ્ટીલ રાખવામાં આવશે નહીં. પરંતુ જો કોંક્રીટ રાખવામાં આવશે કે નહીં અથવા તો જુના મંદિરો અથવા ઇમારતોની જેમ લાઈમ મૂકી તૈયાર કરવામાં આવશે, તે અંગે ડિબેટ ચાલી રહી છે.


હજાર વર્ષ જૂના બહુ ઓછા મંદિરો છે


વધુમાં જણાવ્યું હતું કે, મંદિરની ડિઝાઇન અમદાવાદમાં રહેતા આર્કિટેક્ટ આશિષ સોમપુરા દ્વારા આપવામાં આવી છે. તેઓએ જો સેટલમેન્ટને રિક્વાયરમેન્ટ આપ્યું છે તેના આધારે અમારી ટીમ ફાઉન્ડેશન તૈયાર કરશે. હજાર વર્ષ જૂના બહુ ઓછા મંદિરો છે. એમાં પણ જે ફાઉન્ડેશન છે તેની સ્ટડી કરવામાં આવી રહી છે. પરંતુ જરૂરી નહીં કે, અમે તે ફાઉન્ડેશનની થિયરીને સ્વીકારીએ. દરેક જગ્યાએ જુદા જુદા માટીના પ્રકારો હોય છે, તેના આધારે જ ફાઉન્ડેશન તૈયાર કરવું પડતું હોય છે.


1000 વર્ષ સુધી ધરતીકંપની અસર મંદિરને રહેશે નહીં


મહત્વની જાણકારી ઉમેરતા તેઓએ જણાવ્યું હતું કે, ભારતમાં મહત્તમ ધરતીકંપની રેક્ટર સ્કેલ આવવાની સંભાવના છે. 1000 વર્ષ સુધી જે રામ જન્મભૂમિ જમીન છે. ત્યાં કેટલા રેક્ટર સ્કેલ ધરતીકંપ આવી શકે છે, તેનો અધ્યયન કરી આ મંદિરનો ઢાંચો તૈયાર કરવામાં આવશે. જેથી એક હજાર વર્ષ સુધી ધરતીકંપની અસર મંદિર પર ન થાય ,ધરતીકંપની બે પ્રકારની અસર જોવા મળતી હોય છે. જેથી સુપર સ્ટ્રક્ચર પર આ ધરતીકંપની અસર જોવા મળી શકે છે. બીજાના કારણે ફાઉન્ડેશન પર અસર પડી શકે છે. જ્યારે ભુજમાં ધરતીકંપ આવ્યો હતો, ત્યારે અનેક બિલ્ડીંગ ધરાશાયી થઈ હતી. જેથી અહીં ફાઉન્ડેશન પર ધરતીકંપની અસર ના થાય તેની ખાસ કાળજી લેવામાં આવશે. અમારી કમિટી એક અથવા તો બે સપ્તાહની અંદર ટ્રસ્ટને રિપોર્ટ સોંપી દેશે. ટ્રસ્ટ દ્વારા નિષ્ણાંતોને આ રિપોર્ટ પર ચર્ચા કરી નિર્ધારિત કરશે કે, ફાઉન્ડેશન કેવી રીતે તૈયાર કરવાનું છે.

ABOUT THE AUTHOR

...view details