ગુજરાત

gujarat

ETV Bharat / state

વાંસકુઇ ગામે કૂવામાં પડેલા દીપડાને વન વિભાગે રેસ્ક્યૂ કરી બહાર કાઢ્યો - વન વિભાગની મદદ

સુરત જિલ્લાના મહુવા તાલુકાના વાંસકુઈ ગામે કુવામાં દીપડો પડતા અફરાતફરી મચી ગઇ હતી. દીપડાને બહાર કાઢવા માટે વન વિભાગની ટીમે ખાટલો કુવામાં ઉતાર્યો હતો. જેના પર બેસાડીને દીપડાને બહાર કાઢવામાં આવ્યો હતો. બહાર નીકળતાની સાથે જ દીપડો ખેતરાડી વિસ્તારમાં નાસી છૂટ્યો હતો.

વાંસકુઇ ગામે કૂવામાં પડેલા દીપડાને વન વિભાગે રેસ્ક્યૂ કરી બહાર કાઢ્યો
વાંસકુઇ ગામે કૂવામાં પડેલા દીપડાને વન વિભાગે રેસ્ક્યૂ કરી બહાર કાઢ્યો

By

Published : May 8, 2021, 4:51 PM IST

  • વાંસકુઇ ગામે ગુરુવારે રાત્રે દીપડો કૂવામાં પડ્યો
  • 50થી 60 ફૂટ ઊંડા કૂવામાં પડતા વન વિભાગની મદદ લેવાય
  • ખાટલો કૂવામાં ઉતારી દીપડાને બહાર કાઢવામાં આવ્યો

બારડોલી: મહુવા રેન્જના બોરિયા રાઉન્ડના વાંસકુઇ ગામે ગુરુવારે રાત્રે 9 વાગ્યાની આસપાસ ઈશ્વર છોટુ ચૌધરીના ઘરના પાછળ આવેલા કૂવામાં એક દીપડો પડતાં લોકટોળાં ઉમટી પડ્યા હતા. આ બાદ, વન વિભાગની ટીમે દીપડાનું રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધર્યું હતું. ક્રેનની મદદથી ખાટલો કૂવામાં ઉતારી દીપડાને બહાર કાઢતા જ તે ખેતરાડી વિસ્તારમાં નાસી છૂટ્યો હતો.

વાંસકુઇ ગામે કૂવામાં પડેલા દીપડાને વન વિભાગે રેસ્ક્યૂ કરી બહાર કાઢ્યો

આ પણ વાંચો:મધર્સ ડે પહેલા તાપી વન વિભાગે માતા દીપડી સાથે બચ્ચાનું પુનઃ મિલન કરાવ્યું

દીપડાને કાઢવા ક્રેનની મદદ લેવામાં આવી

વાંસકુઈ ગામના સરપંચ હિરેન ગરાસિયાએ વન વિભાગને જાણ કરતાં મહુવા રેન્જના રેન્જ ફોરેસ્ટ ઓફિસર ઉપેન્દ્રસિંહ રાઉલજી દ્વારા ફોરેસ્ટર રમેશ ચૌધરી, બીટ ગાર્ડ તરુણ નેતા અને અન્ય સ્ટાફ સાથે સ્થળ પર મોકલવામાં આવ્યા હતા. કૂવો 50થી 60 ફૂટ ઊંડો હોવાથી દીપડાને કાઢવું મુશ્કેલ હતું. આથી વન વિભાગ દ્વારા ક્રેન મંગાવવામાં આવી હતી.

વાંસકુઇ ગામે કૂવામાં પડેલા દીપડાને વન વિભાગે રેસ્ક્યૂ કરી બહાર કાઢ્યો

આ પણ વાંચો:સાસણ ગીર વન વિભાગે દીપડાને રેડિયો કોલર પહેરાવવાની પ્રક્રિયા હાથ ધરી

દીપડાની ઉંમર 2 વર્ષ હોવાનું અનુમાન

ગામના સરપંચ અને સ્થાનિક પોલીસની મદદથી લોકટોળાને વિખેરવામાં આવ્યા બાદ ક્રેનની મદદથી એક ખાટલો કૂવામાં ઉતારવામાં આવ્યો હતો. ખાટલા પર દીપડો ચઢી જતાં તેને સુરક્ષિત કૂવાની બહાર કાઢવામાં આવ્યો હતો. ઉપર આવતા જ દીપડો કૂદકો મારી ખેતર વિસ્તારમાં દોડીને જતો રહ્યો હતો. વન વિભાગ દ્વારા અંદાજે 2 વર્ષનો દીપડો હોવાનું અનુમાન લગાવ્યું છે.

ABOUT THE AUTHOR

...view details