સુરત: કામરેજ પોલીસે ચોક્કસ બાતમીના આધારે કામરેજ તાલુકાના નવાગામના ઉદ્યોગનગર પાસેથી કામરેજ પોલીસે વિદેશી દારૂ ભરેલ ટાટા ટેમ્પો ઝડપી લીધો હતો.અને વિદેશી દારૂ મોકલનાર અને મંગાવનાર બે મહિલા બુટલેગરને પોલીસે વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
Surat Liquor Seized: સુરતમાંથી ફરી ઝડપાયો લાખોનો વિદેશી દારૂ, બે શખ્સોની અટકાયત - સુરત પોલીસ
સુરતમાં ફરી એક પોલીસને વિદેશી દારૂનો મોટો જથ્થો હાથ લાગ્યો છે. સુરતની કામરેજ પોલીસે કામરેજ તાલુકાના ઉદ્યોગનગર પાસેથી વિદેશી દારૂ ભરેલ ટાટા ટેમ્પો ઝડપી પાડ્યો હતો. આ મામલે પોલીસે વિદેશી દારૂ મોકલનાર અને મંગાવનાર બે મહિલા બુટલેગરને પોલીસે વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Published : Jan 16, 2024, 8:07 AM IST
વિદેશી દારૂ ભરેલો ટેમ્પો ઝડપાયો: સુરત સહિત સમગ્ર જિલ્લામાં કોઈપણ જગ્યાએ વિદેશી દારૂનું વેચાણ ન થાય તે માટે સુરત પોલીસ સજ્જ અને કટિબદ્ધ હોવાનો દાવો કરે છે, ત્યારે કામરેજ પોલીસે ચોક્કસ બાતમીના આધારે કામરેજ તાલુકાના નવાગામના ઉદ્યોગનગર પાસેથી વિદેશી દારૂ ભરેલ ટેમ્પો ઝડપી પાડ્યો હતો. આ અંગે કામરેજ પોલીસે પેટ્રોલિંગ હાથ ધર્યું હતું અને બાતમીદારોને કામે લગાડી દીધા હતા. તે દરમિયાન કામરેજ પોલીસ મથકના પી.આઈ. ઓ.કે જાડેજા તેમજ ASI બિપિન ભાઈને ચોક્કસ ખાનગી રાહે બાતમી મળી હતી કે, સુરત જિલ્લા કામરેજ તાલુકાના નવાગામના ઉદ્યોગનગર પાસે એક ટાટા આઇશર ટેમ્પોમાં વિદેશી દારૂનો જથ્થો આવી રહ્યો છે. જે ચોક્કસ બાતમીના આધારે કામરેજ પોલીસે વિદેશી દારૂ ભરેલ આઇશર ટેમ્પો ઝડપી લીધો હતો.પોલીસને આ ટેમ્પો માંથી વિદેશી દારૂની 2262 બાટલીઓ, બે મોબાઈલ,આઇશર ટેમ્પો,રોકડ મળી કુલ 7.21 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.
પોલીસે બે મહિલા બૂટલેગરોને વોન્ટેડ જાહેર: પોલીસે 7.21 લાખના મુદ્દામાલ સાથે સ્થળ પરથી ઓમપ્રકાશ પટેલ અને સંતોષ ઠાકુર નામના શખ્સની અટકાયત કરી છે અને વિદેશી દારૂનો જથ્થો મંગાવનાર અને મોકલનાર ઉષા પટેલ તેમજ સીતા રાઠોડ નામની બે મહિલા બુટલેગરને વોન્ટેડ જાહેર કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. આ અંગે કામરેજ પોલીસ મથકના પીઆઈ ઓ.કે જાડેજા એ જણાવ્યું હતું કે, ગુજરાતમાં દારૂબંધીનું કડક પાલન થાય તેમજ ગેરકાયદે થતી દારૂની હેરફેર સંપૂર્ણ પણે બંધ થાય તે માટે તેમની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે ચોક્કસ બાતમીના આધારે વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડવામાં સફળતા મળી છે. અને આ મામલે બે ઇસમોની અટકાયત કરવામાં આવી છે.