- બીજા વર્ષે ભગવાન જગન્નાથની Rath Yatraમંદિર પરિસરમાં જ નીકળી
- સવારથી જ ભક્તોનો ઘસારો Iskcon Mandir ખાતે જોવા મળ્યો
- મંદિર 8:45 સુધી દર્શનાથે શરુ રાખવામાં આવ્યું
સુરત :અષાઢી બીજ એટલે હરિભક્તો માટે સૌથી મહત્ત્વનો દિવસ છે. જેની રાહ એક વર્ષ સુધી હરિભક્તો જોતા હોય છે. પરંતુ સુરતમાં આ વખતે ભગવાન જગન્નાથ (Loard Jagannath)ની રથયાત્રા (Rath Yatra) પોલીસના કડક નિયમોના કારણે નીકળી શકી નથી. કોરોના સમયમાં ગયા વર્ષે પણ આ રથયાત્રા મોકૂફ રાખવામાં આવી હતી. આ વર્ષે કોરોનાની કડક ગાઇડ લાઇનને કારણે ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળી પણ માત્ર મંદિરના પરિસરમાં જ તમામ રથને ફેરવવામાં આવ્યા હતા.
સુરતમાં છ અલગ-અલગ સ્થળેથી રથયાત્રાઓ નીકળે
સુરતમાં દર વર્ષે અષાઢી બીજના દિવસે છ રથયાત્રા (Rath Yatra)ઓ અલગ-અલગ સ્થળેથી નીકળે છે. સુરતમાં છ સ્થળમાં ઇસ્કોન મંદિર (Iskcon Mandir), વરાછા ઇસ્કોન, અમરોલીના લંકાવિજય મંદિર, સચિન જગન્નાથ મંદિર, પાંડેસરાના જગન્નાથ અને મહિધરપુરાના ગોળીયા બાવા મંદિરની રથયાત્રા છેલ્લા કેટલાક વર્ષોથી કાઢવામાં આવે છે. જેમાં લાખોની સંખ્યામાં ભક્તો ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં જોડાય છે. પરંતુ કોરોનાના કારણે બીજા વર્ષે પણ ભગવાનની રથયાત્રા નગરચર્ચા માટે નીકળી શકી નથી.
રથયાત્રામાં રથ ખેંચવા માટે ફક્ત 60 વ્યક્તિઓને જ પરવાનગી અપાઇ
પોલીસની કડક ગાઈડલાઈનને પગલે આ વર્ષે પણ મંદિરના પરિસરમાં જ રથયાત્રા (Rath Yatra) કાઢવાનો આયોજકોએ નિર્ણય લીધો છે. ભાવિ ભક્તો સાથે મંદિર ટ્રસ્ટ દ્વારા પોલીસ પાસે 200 લોકોની પરવાનગી માંગવામાં આવી હતી. રથ ખેંચવા માટે 100થી વધુ લોકોની જરૂરિયાત હોય છે. પરંતુ પોલીસ દ્વારા જેમાં રથયાત્રામાં રથ ખેંચવા માટે ફક્ત 60 વ્યક્તિઓને પરવાનગી આપવામાં આવી હતી.
વેક્સિનેશન થયું હોય તેવા 200 લોકોની લિસ્ટ અપાઇ
ઇસ્કોન મંદિર (Iskcon Mandir) ટ્રસ્ટ દ્વારા વેક્સિનેશન થઈ ગયું હોવાથી એવા 200 લોકોની લિસ્ટ આપવામાં આવી હતી. તેમ છતાં RTPCR ટેસ્ટ ફરજીયાત રાખવામાં આવ્યો હતો. જોકે, રથયાત્રાના આયોજકોને તે મંજૂર ન હોવાથી આખરે મંદિર પરિસરમાં જ રથયાત્રા કાઢવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો.
જગન્નાથજીના દર્શન કરવા માટે ભાવિ ભક્તો મંદિર આવી પહોંચ્યા
ભગવાન જગન્નાથજીના દર્શન કરવા માટે ભાવિ ભક્તો મંદિર આવી પહોંચ્યા હતા. મંદિરમાં મર્યાદિત સંખ્યામાં ભક્તો પરિસર રથયાત્રામાં જોડાયા હતા. વિધિવત પૂજા અર્ચના પછી ભગવાનની રથયાત્રા પરિસરમાં કાઢવામાં આવી હતી. જે હરિભક્તો ઘરે છે તેમની માટે લાઈવ પ્રસારણનું આયોજન કરાયું હતું. મંદિરમાં પણ પોલીસનો કડક બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. મંદિર પરિસરમાં કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરીને ભક્તો દર્શન કરી શકે તે માટે વ્યવસ્થા કરવામાં આવી છે.
ગત વર્ષે કોરોનાના કારણેે રથયાત્રા મંદિર પરિસરમાં ફેરવાઇ