સુરતઃ કોરોના વાઈરસના કારણે સરકાર દ્વારા 21 દિવસ માટે લોક ડાઉન આપવામાં આવ્યું છે. લોક ડાઉનના કારણે ધંધા-વેપારથી લઈ ખાણી -પીણીની તમામ સંસ્થાઓ બંધ પડી ગઈ છે. જોકે તમામ ધંધા વેપાર અને ખાણી - પીણીની સંસ્થાઓ બંધ થઇ જવાના કારણે ફૂટપાથ પર રહેતા ગરીબ વર્ગના લોકોના હાલ બેહાલ થયા છે. રોજે રોજ લોકો પાસેથી માગી અને મહેનત મજદૂરી કરી પોતાના પેટનું રોળ્યું રળતા તમામની વ્હારે સુરત પોલીસ આવી છે.
સુરતના ફૂટપાથ પર રહેતા લોકોને પોલીસ દ્વારા ફૂડપેક્ટ વિતરણ કરાયા - Surat News
સુરત "ભૂખ્યાને ભોજન એ કહેવત તો તમે સાંભળી જ હશે. હાલ કોરોના વાઈરસના કારણે સમગ્ર દેશ લોક ડાઉન કરવામાં આવ્યો છે. જેને લઈ ફૂટપાથ પર રહેતા ગરીબ વર્ગના લોકોની ચિંતાને દૂર કરવા સુરત પોલીસ દ્વારા ફૂડ પેકેટનું વિતરણ કરવામાં આવ્યું હતું. સુરત પોલીસ દ્વારા મસાલા ખીચડી તૈયાર કરવામાં આવી છે. શહેર પોલીસના જવાનો દ્વારા ગરીબ વર્ગના લોકોને વિતરણ કરવામાં આવ્યું હતું. જ્યાં તમામ ગરીબ વર્ગના લોકોએ પોતાની ભૂખ આ ફૂડ પેકેટથી સંતોષી હતી.
સુરતના ફૂટપાથ પર રહેતા લોકોને પોલીસ દ્વારા ફૂડપેક્ટ વિતરણ
સુરત પોલીસ રેન્જ વન ડી.એન.પટેલની સૂચનાથી પોલીસ જવાનો દ્વારા એક હજાર ફૂડ પેકેટ તૈયારી કરી સુરતના ચોક બજાર સ્થિત ગરીબ અને શ્રમજીવી લોકોને વિતરણ કરવામાં આવ્યા છે. જેમાં મસાલા ખીંચડી બનાવી એક હજાર ફૂડ પેકેટનું વિતરણ પોલીસ જવાનો દ્વારા કરી ભગીરથ કાર્ય કરવામાં આવ્યું છે. શહેરની સામાજિક સંસ્થાઓ પણ માનવતાના ધોરણે પોતાની નૈતિક ફરજ નિભાવી આવા ગરીબ અને શ્રમજીવી લોકોને વર્તમાન સ્થિતિને ધ્યાને રાખી ભોજનની વ્યવસ્થા કરે તેવી અપીલ છે.