- ગરમ પાણીની લાઇનનું ઢાંકણ ખૂલી જતાં 5 કામદારો દાઝ્યા
- કડોદરાની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા
- પોલીસે પ્રાથમિક તબક્કે ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી
બારડોલી:સુરત જિલ્લાના પલસાણા તાલુકાનાં તાતીથૈયા ખાતે આવેલા કેજરીવાલ ઈન્ડસ્ટ્રીઝ નામની કંપનીમાં ગરમ પાણીની લાઇનનું ઢાંકણ ખૂલી જતાં 5 કામદારો ગંભીર રીતે દાઝી ગયા હતા. આ બાદ, સારવાર માટે કડોદરાની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
તાતીથૈયાના કેપનીમાં ગરમ પાણીની પાઇપલાઇનનું ઢાંકણ ખૂલી જતાં 5 કામદારો દાઝ્યા આ પણ વાંચો:તાપીના વ્યારામાં બિલ્ડર નિશિષ શાહની હત્યાનો ભેદ ઉકેલાયો
કંપનીના 5 કામદારો ગંભીર રીતે દાઝ્યા
સુરત જિલ્લાના પલસાણા તાલુકાનાં તાતીથૈયા ખાતે આવેલ કેજરીવાલ ઈન્ડસ્ટ્રીઝમાં શુક્રવારે સવારે 10:30 વાગ્યે અચાનક કંપનીમાં આવેલી ગરમ પાણીની લાઇનનું ઢાંકણ આકસ્મિક રીતે ખૂલી ગયું હતું. જેમાંથી, ગરમ પાણીના ફુવારા ઊડતા નજીકમાં કામ કરતાં 5 કામદારો ગંભીર રીતે દાઝી ગયા હતા. આથી, કડોદરાની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ બનાવ અંગે કડોદરા પોલીસે પ્રાથમિક તબક્કે જાણવા જોગ ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો:બારડોલી સહિત સુરત જિલ્લામાં કેળાના પાકને વ્યાપક નુકસાન : ખેડૂતોની હાલત કફોડી