ગુજરાતમાં ચાર મોટા એવા શહેરોમાં સુરત સીટીનું સ્થાન મોખરે છે. પણ તેની સામે હાલમાં સુરત શહેરની જે સ્થિતિ જોવા મળી રહી છે. તે પરથી લાગી રહ્યું કે, આવનારા સમયમાં કદાચ સુરત સીટી ગુજરાતનું ક્રાઇમ રેટનું પ્રથમ સીટી હશે કારણ કે ગંભીર કહેવાતા ગુનાઓ સુરતમાં સતત બની રહ્યા છે. જેને રોકવા માટે સુરત પોલીસ સંપૂર્ણ પણે નિષફળ ગઈ ત્યાં વરાછા પોલીસને માહિતી મળી હતી કે, વરાછા, સરથાણા, કાપોદ્રા વિસ્તારમાં રાહદારીઓના મોબાઈલ ઝૂંટવી જતી ગેંગના કેટલાક ઈસમો મોબાઈલ વેચવા માટે આવાના છે તે માહિતીના આધારે વરાછા પોલીસે વોચ ગોઠવી 5 ઇસમોની અટકાયત કરી હતી. તેમની તલાશી લેતા તેમની પાસેથી અલગ-અલગ મોબાઈલ સ્નેચિંગ કરેલા કુલ 20 મોબાઈલ મળી આવ્યા હતા.
સુરતમાં પોલીસે મોબાઈલ સ્નેચિંગ કરતી ગેગના 5 ઇમસોને ઝડપી પાડ્યા - surat
સુરત : શહેરમાં ઘણા સમયથી સતત મોબાઈલ અને પર્સ સ્નેચિંગના બનાવો બની રહ્યા છે. વરાછામાં પોલીસે મોબાઈલ સ્નેચિંગ કરતી ગેગના 5 ઇમસોની ધરપકડ કરી છે. જેમની પાસેથી 20 મોબાઈલ ફોન જપ્ત કર્યા અને શહેરના કેટલાક ગુના પણ ઉકેલાય છે. વરાછા પોલીસે ગુનો નોંધી રિમાન્ડ મેળવાની તજવીજ હાથધરી છે.
સ્પોટ ફોટો
વરાછા પોલીસે આ 5 ઈસમોની ધરપકડ કરી 20 મોબાઈલ ફોન કબ્જે તો કર્યા હાલમાં તો પોલોસ આ પાંચે ઇસમોની કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની માગણી કરશે અને આ ઈસમો દ્વારા શહેરમાં બીજા કેટલા ગુનોને અંજામ આપ્યો તે દિશમાં તપાસ કરશે વધુમાં વરાછા પોલીસના 3 ગુનાનો ભેદ ઉકેલાયો છે