સુરત : કેન્દ્રીય આવાસ અને શહેરી બાબતોના મંત્રી હરદીપસિંહ પુરીએ મંગળવારે કચરામુક્ત શહેરોનું રેટીંગ જાહેર કર્યું હતું. તેમાં રાજકોટ, છત્તીસગઢના અંબિકાપુર, કર્ણાટકના મૈસૂર, મધ્યપ્રદેશના ઇન્દોર અને મહારાષ્ટ્રના નવી મુંબઇને 5 સ્ટાર રેટીંગ મળ્યું છે. અમદાવાદ, હરિયાણાના કરનાલ, નવી દિલ્હી, આંધપ્રદેશના તિરૂપતિ અને વિજયવાડા, ચંડીગઢ અને છત્તીસગઢના ભિલાઇનગરને ત્રણ સ્ટાર રેટીંગ મળ્યું છે. જ્યારે વડોદરા, દિલ્હી કેન્ટ અને રોહતકને એક સ્ટાર રેટીંગ આપવામા આવ્યું છે.
સુરતને ગાર્બેજ ફ્રી સીટીમાં ફાઈવ સ્ટાર રેટિંગ - કચરામુક્ત શહેરોનું રેટીંગ જાહેર
લોકડાઉન વચ્ચે સુરતમાં સારા સમાચાર સામે આવી રહ્યાં છે. સુરતને ગાર્બેજ ફ્રી સીટીમાં ફાઈવ સ્ટાર રેટિંગ મળ્યું છે. ભારત સરકાર દ્વારા સ્વચ્છતા સર્વેક્ષણ અને પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં ફાઇવ સ્ટાર કેટેગરીમાં ગુજરાતના સુરત અને રાજકોટનો સમાવેશ થાય છે.
સુરતને ગાર્બેજ ફ્રી સીટીમાં ફાઈવ સ્ટાર રેટિંગ
સુરત મહાનગરપાલિકાએ ડોર ટુ ડોર ગાર્બેજ કલેકશનની કામગીરી વધુ સઘન બનાવીને સુરતને ગાર્બેજ ફ્રી સીટી બનાવી દીધું હતું. સરકારે જાહેર કરેલી યાદીમાં ગુજરાતના માત્ર બે જ શહેરોને ફાઇવ સ્ટાર કેટેગરી આપવામાં આવી છે. જેમાં સુરતનો સમાવેશ થાય છે.