- બારડોલીની મીંઢોળા નદીમાં ઉપરવાસમાંથી કેમિકલયુકત પાણી આવતા અસંખ્ય માછલાના મોત
- આ અંગે લોકોને જાણ થતાં માછલા પકડવા લોકો દોડી આવ્યા
- અગાઉ પણ અનેકવાર આવી ઘટના બની ચુકી છે
બારડોલીની મીંઢોળા નદીમાં ફરી કેમિકલ યુક્ત પાણી આવતા માછલાના મોત - Chemical water
બારડોલી નજીકથી પસાર થતી મીંઢોળા નદીમાં મંગળવારના રોજ ગંદુ અને કેમિકલ યુક્ત પાણી આવતા મૃત હાલતમાં માછલીઓ તણાઇ આવી હતી. જેને કારણે લોકો મોટી સંખ્યામાં માછલી પકડવા માટે ઉમટી પડ્યા હતા. વારંવાર ઉપરવાસમાંથી છોડતા કેમિકલ યુક્ત પાણીને કારણે માછલાઓના મોત થતાં હોય છે.
બારડોલી: બારડોલીની મીંઢોળા નદીમાં ઉપરવાસમાંથી કેમિકલયુકત પાણી આવતા અસંખ્ય માછલાના મોત થતાં મોટી સંખ્યામાં લોકો માછલા પકડવા માટે એકત્રિત થયા હતા. દર વર્ષે મીંઢોળા નદીમાં ઉપરવાસમાં આવેલી કોઈ ફકેટરીમાંથી વારંવાર કેમિકલયુક્ત ગંદુ પાણી છોડી દેવામાં આવે છે. જેને કારણે સંખ્યાબંધ માછલીઓ અને નદીમાં રહેતા અન્ય જળચર પ્રાણીઓ અને જીવજંતુઓ મોતને ભેટે છે.
ગત ફેબ્રુઆરી માસમાં પણ દૂષિત પાણીને કારણે અનેક માછલાના થયા હતો મોત
ગત ફેબ્રુઆરી માસ બાદ ફરી એક વખત ઉપરવાસમાંથી કેમિકલ વાળું પાણી આવતા જ નદીનું પાણી કાળા રંગનું થઈ ગયું છે. કેમિકલવાળા ઝેરીલા પાણીને કારણે અસંખ્ય માછલીઓ મરી ગઈ છે. મૃત માછલા મળી આવતા નદીના આજુબાજુ વિસ્તારમાં રહેતા લોકો માછલી પકડવા દોડી આવ્યા હતા. મૃત માછલીઓ લોકો ખાવા માટે લઈ જતા તેમના આરોગ્યને નુકસાન થવાની સંભાવના સેવાઇ રહી છે. મોટા ભાગના લોકો કેમિકલના પાણીથી મરી ગયેલી માછલીઓને લઇ ગયા હતા.